Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • વડોદરા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 6 લોકોના મોત, 26 લોકો ઘાયલ

વડોદરા નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 6 લોકોના મોત, 26 લોકો ઘાયલ

user2 June 17, 2026
IMG-20260617-WA0000

વડોદરા નજીક કમકમાટી ભર્યો અકસ્માત થયો હતો. જેમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર બાદ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોતની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.

અકસ્માત અંગે પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાના બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસ પરોઢિયે ચારેક વાગે વડોદરા હાલોલ રોડ ઉપર કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગ્રામજનો તેમજ વાહન ચાલકો દોડી આવ્યા હતા.

બનાવને પગલે ચારથી પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. દુર્ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ તેમજ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો દોડી આવી હતી, જ્યારે એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

ફાયર બ્રિગેડ દ્વારા JCBની મદદથી બંને વાહનોને છૂટા કરવામાં આવ્યા હતા. તો બીજી ટીમો દ્વારા બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવમાં 6 મુસાફરના મોત નીપજ્યા છે. જ્યારે 26 જેટલા મુસાફરોને ઈજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બનાવને સ્થળે દોડી આવેલી પોલીસ દ્વારા ટ્રાફિકની સાથે સાથે બનાવને લગતી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમબાગે વચ્ચેના ઝઘડામાં કાર્યવાહી, મેચ રેફરીએ ખેલાડીઓને સજા ફટકારી
Next: ARG vs ALG હાઇલાઇટ્સ: ગોલ, ગોલ અને ગોલ, લિયોનેલ મેસ્સીની હેટ્રિકે બનાવ્યો રેકોર્ડ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.