Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, ₹ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 565 FIR અને 638ની ધરપકડ

સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, ₹ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 565 FIR અને 638ની ધરપકડ

user2 June 1, 2026
IMG-20260601-WA0011

ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે.

આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીના દિશાનિદર્શન અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

શું છે મ્યૂલ અકાઉન્ટ?

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને “મની મ્યૂલ” તરીકે ઓળખવામાં આવે છે.

આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે. મ્યૂલ અકાઉન્ટ જાણીજોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0

વર્ષ 2025માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા.

આ ઓપરેશનનું દૈનિક મોનિટરિંગ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો.

આ ડેટા ઇન્ટેલિજન્સના આધારે તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરીને ફિલ્ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્કોને રિયલ ટાઇમ ડેટા શેરિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું.

આ રીતે ડેટા ઇન્ટેલિજન્સ અને યોગ્ય સંકલન દ્વારા મ્યૂલ અકાઉન્ટની ગુનાહિત પ્રવૃતિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય સિદ્ધિઓ

• કુલ FIR : 565
• કુલ ધરપકડ : 638
• મ્યૂલ અકાઉન્ટ પર કાર્યવાહી: 913
• ગુનાઓની ઓળખ : 4052 (ગુજરાતમાં 491)
• આર્થિક ફ્રોડ મૂલ્ય : ₹2289 કરોડ

ઓપરેશનના લીધે એટીએમ, ચેક દ્વારા ઉપાડમાં જોવા મળેલા ફેરફાર

• ચેક દ્વારા ઉપાડમાં 75 ટકાનો ઘટાડો
• માસિક ચેક ઉપાડ 126 કરોડથી ઘટીને 25 કરોડ થયા જે 80 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.
• પ્રથમ લેયરના મ્યૂલ અકાઉન્ટ એટલે કે જ્યાં સૌથી પહેલા પૈસા જમા થાય છે તેવા અકાઉન્ટની સંખ્યામાં ઓગષ્ટથી ડિસેમ્બર 2025 સુધીમાં 30 ટકાનો ઘટાડો.
• સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધીમાં એટીએમ ઉપાડમાં 66 ટકા જેટલો ઘટાડો.

RBI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે

મ્યૂલ અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે.

આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્પદ અકાઉન્ટની ઓળખ કરી શકાય.

આ સ્કોરના આધારે વિવિધ બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે છે. IDPICને તેના માટે નોડલ એજન્સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્પદ અકાઉન્ટ અંગેની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ

સાયબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સતત ચિંતા વ્યક્ત કરી છે અને ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓ સામે નાગરિકોએ ડર્યા વિના વધુ જાગરૂકતા સાથે ડિજિટલ પ્રક્રિયાઓ કરવા જણાવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઇ છે.

ભારતમાં ઇન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા અત્યારે 100 કરોડથી પણ વધુ છે જે 11 વર્ષ પહેલા 25 કરોડ હતી. ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં વધારો અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. બ્રોડબેન્ડ કનેક્શનમાં પણ 16 ટકાનો વધારો થયો છે.

ભારત નેટ પરિયોજના હેઠળ 11 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી, પરંતુ આજે 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો આ પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે. એવી જ રીતે UPI ટ્રાન્ઝેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી; હવે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે. તેથી આર્થિક, સામાજિક, વહીવટી અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂતીથી સુરક્ષિત કરવા અને આ ડિજિટલ ક્રાંતિને આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: AMC Demolition Drive: 22 Illegal Commercial Structures Razed in Isanpur Area
Next: गुजरात के विरामगाम में हाईवे विस्तार के लिए अतिक्रमण हटाओ अभियान, तीन दरगाह समेत ढांचे गिराए

Related News

IMG-20260604-WA0000

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતને આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ

user2 June 4, 2026
IMG-20260603-WA0009

દેશમાં સર્વપ્રથમવાર: ગુજરાતમાં ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

user2 June 3, 2026
IMG-20260603-WA0008

ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ, 782થી વધુની પૂછપરછ ચાલુ

user2 June 3, 2026

Recent News

IMG-20260604-WA0000

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતને આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ

user2 June 4, 2026
IMG-20260603-WA0009

દેશમાં સર્વપ્રથમવાર: ગુજરાતમાં ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

user2 June 3, 2026
IMG-20260603-WA0008

ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ, 782થી વધુની પૂછપરછ ચાલુ

user2 June 3, 2026
IMG-20260603-WA0007

ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી, રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 151 નગરપાલિકાઓ વાયર ફ્રી બનશે

user2 June 3, 2026
38d9509c-c1cc-4723-b6c1-5082c1cb82c3

क्या RBI ने बेच दिया 12 अरब डॉलर का सोना?

user2 June 3, 2026
IMG-20260603-WA0006

21 killed in Delhi hotel fire, 2 women seen jumping off building

user2 June 3, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.