Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ઓપરેશન મિલાપ: ગુજરાત પોલીસે 1 મહિનામાં 1470 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

ઓપરેશન મિલાપ: ગુજરાત પોલીસે 1 મહિનામાં 1470 ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન

user2 June 10, 2026
IMG-20260610-WA0010

Demo pic

નાગરિકોની સુરક્ષા અને ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુન:મિલન કરાવવાનાં ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે એક મહિના માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાન ‘ઓપરેશન મિલાપ’ લોન્ચ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસે 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢ્યાં હતાં.

7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, આ અભિયાન હેઠળ વર્ષો જુના કેસો ફરી ખોલવામાં આવ્યાં હતા. પોલીસના રેકોર્ડ અનુસાર વર્ષ 2007થી અત્યાર સુધી ગુજરાતમાં કુલ 24,767 લોકો ગુમ થયેલા હોવાનું નોંધાયું છે.

“ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે,” ગુજરાત પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું હતું.

“આ સમગ્ર અભિયાન ટેકનિકલ અને ખાગની બાતમીનાં આધારે ચલાવવામાં આવ્યું હતું. તેમાં જૂના કેસ રેકોર્ડની વિગતવાર સમીક્ષા તથા ફિલ્ડ પર નવી ચકાસણીનો સમાવેશ થાય છે. પોલીસ ટીમોએ ડિજિટલ રેકોર્ડ, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ, જાહેર પરિવહન કેન્દ્રો અને આશ્રય ગૃહોની તપાસ કરી હતી.

સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા સૂત્રો મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો,” ગુજરાત CID ક્રાઇમ (મહિલા સેલ)નાં અધિક પોલીસ મહાનિર્દેશક મહાનિદેશક શ્રી અજય ચૌધરીએ જણાવ્યું .

“ઓપરેશન મિલાપ દરમિયાન ગુજરાતમાં ગુમ થયેલા વ્યક્તિઓના કેસો પાછળના મહત્વપૂર્ણ તારણો જાણવા મળ્યા છે, ગુમ થવામાં સૌથી મોટો વર્ગ કિશોરીઓનો છે તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ વિશેષ અભિયાન દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢ્યા હતા. તેમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા અનેક કેસો તેમજ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી મળેલી સફળતાઓનો પણ સમાવેશ થાય છે,” એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું.

અભિયાન દરમિયાન શોધી કાઢવામાં આવેલા કુલ 1,470 વ્યક્તિઓમાં 852 મહિલાઓ, 342 પુરુષો, 42 સગીર છોકરાઓ અને 234 સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. રાજ્યભરની તમામ પોલીસોમાં સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા.

“શોધી કાઢવામાં આવેલા કેસોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે ખાસ કરીને 14થી 17 વર્ષની વયની કિશોરીઓમાં પ્રેમ સંબંધો અને ઘરેથી ભાગી જવાની ઘટનાઓ ગુમ થવાના મુખ્ય કારણો રહ્યા છે.

માતા-પિતાનો ઠપકો, અભ્યાસમાં નિષ્ફળતા અને ગૃહકંકાસ જેવા પારિવારિક કારણો પણ મહત્વપૂર્ણ પરિબળો તરીકે જાણવા મળ્યા છે. રોજગારી માટે સ્થળાંતર કરતા મજૂર પરિવારોનાં સભ્યોનાં ગુમ થવાનાં કિસ્સા પણ જોવા મળ્યા છે.” સિનિયર પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

આ અભિયાનના ભાગરૂપે પોલીસે વર્ષ 2007થી નોંધાયેલા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને ફરી ખોલીને તેમની સમીક્ષા કરી હતી, જેના પરિણામે વર્ષોથી કોઈ માહિતી ન મળેલા અનેક ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ’ની સફળતાનું શ્રેય સઘન તપાસ, ગુપ્તચર માહિતી એકત્રિત કરવી, મોબાઇલ ફોન વિશ્લેષણ, વિવિધ રાજ્યો વચ્ચેના સંકલન અને પરિવાર પરામર્શ જેવી કામગીરીને આપ્યું છે.

આ પહેલ ગુજરાત પોલીસના સંવેદનશીલ અને જનકેન્દ્રિત પોલીસિંગ અભિગમને વધુ મજબૂત બનાવે છે અને ગુમ થયેલા વ્યક્તિઓના દરેક કેસના નિરાકરણ સુધી સતત ધ્યાન કેન્દ્રિત રાખવાની તેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: નકલી લાઈસન્સ સાથે 17 વર્ષ સુધી ઉડાડતો રહ્યો વિમાન, આવી રીતે પોલ ખુલતા જ મચી ગયો ખળભળાટ
Next: અમેરિકાએ આજે ​​વહેલી સવારે ઈરાન પર નવા હુમલા શરૂ કર્યા, અનેક શહેરોમાં વિસ્ફોટો થયા અને તણાવ વધ્યો

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_38_27 PM

राम मंदिर चढ़ावा घोटाले पर भड़के मुकेश खन्ना, बोले- भगवान को लूटने वालों से बड़ा कोई चोर नहीं

user2 June 27, 2026
Gemini_Generated_Image_rfum7frfum7frfum

गुजरात के खेड़ा में अवैध पटाखा फैक्ट्री में भीषण धमाका, 6 मजदूर घायल; 2 की हालत गंभीर

user2 June 27, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_15_46 PM

महाराष्ट्र में TET पेपर लीक: परीक्षा से 24 घंटे पहले रद्द, ठाणे से पेपर बरामद; कई लोग हिरासत में

user2 June 27, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

चमोली में बादल फटा, MP-झारखंड में आंधी-बिजली से 16 मौतें; 22 राज्यों तक पहुंचा मानसून

user2 June 27, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

कोलकाता-जयपुर में बारिश से जलभराव, MP में 15 टूरिस्ट स्पॉट बंद; UP-बिहार में हीटवेव

user2 June 26, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.