Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાનું એક વર્ષ: મૃતકોના સ્વજનો હજી પણ આઘાતમાં, સત્ય બહાર આવવાની રાહ

અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાનું એક વર્ષ: મૃતકોના સ્વજનો હજી પણ આઘાતમાં, સત્ય બહાર આવવાની રાહ

user2 June 12, 2026
IMG-20260612-WA0000

અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કરુણાંતિકની આજે એક વર્ષ પુરુ થયું છે. આજે આ ગોઝારી દુર્ઘટનાની પ્રથમ વરસી છે. આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદ થી લંડન જતા એર ઈન્ડિયા બોઇંગ 787 વિમાનના મુસાફરોન ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી ઉડાન હશે.

કોઇ લંડન ભણવા, વિદેશમાં સ્થાયી થવા, પોતાના સ્વજનોને મળવાના સપના લઇ લંડન જઇ રહ્યા હતા, પણ ક્યા ખબર હતી કે આ વિમાન મુસાફરી તેમને દુનિયાથી હંમેશા માટે દૂર લઇ જશે. આ વિમાન દુર્ઘટનાએ કોઇના પિતા, બાળક, બહેન, પત્ની તો અમુકના આખો પરિવાર છિનવી લીધો છે.

આ કરુણાંતિકની વાત કરીયે તો 12 જૂન, 2025ના રોજ ભારતીય સમયાનુસાર બપોરે 1:39 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ના રનવે 23 પરથી એર ઈન્ડિયાના બોઇંગ 787 વિમાને લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડીક મિનિટ બાદ ફ્લાઇટના ક્રૂ મેમ્બરે MEDAY સિગ્નલ જાહેર કર્યું હતું, પરંતુ તેને ફોલો-અપ કોમ્યુનિકેશન મળ્યું ન હતું.

આ વિમાન મેઘાણી નગર વિસ્તારમાં આવેલી બીજે મેડિકલની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. અહેવાલ મુજબ વિમાને 625 ફૂટની ઉચાઈ પર સિગ્નલ ગુમાવ્યું હતું અને ઝડપથી નીચે ઉતર્યું હતું. વિમાનને પ્રસ્થાન માટે સાફ કરવામાં આવ્યાના લગભગ નવ મિનિટ પછી આ ક્રેશ થયું હતું.

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં એર ઈન્ડિયાના બોઇંગ 787 પ્લેનમાં મુસાફરી કરનાર 242 લોકોના કરુણ મોત થતા હતા. ઉપરાંત બીજે મેડિકલની હોસ્ટેલમાં અને રોડ પરથી પસાર થઇ રહેલા અન્ય 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આમ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં કુલ 260 લોકોના મોત થયા હતા. જો કે આ વિમાનમાં મુસાફરી કરનાર 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમારનો ચમત્કારી બચાવ થયો હતો. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ પ્લેન ક્રેશમાં લંડન જઇ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયુ હતું.

અમદાવાદ વિમાન દૂર્ઘટનાને એક વર્ષ થવા છતાં પણ એર ઈન્ડિયાન બોઇંગ 787 પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ હજી સુધી બહાર આવ્યું નથી. કોઇ પાયલોટની ભૂલ ગણાવે છે તો કોઇ બોઇંગ વિમાનમાં ખામીને જવાબદાર માને છે. હજી પણ પ્લેન ક્રેશની તપાસ ચાલી રહી છે.

પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનો દૂર્ઘટનાગ્રસ્ત વિમાનના બ્લેક બોક્સની માહિતી જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે, જેથી સત્ય બહાર આવે, માત્ર વળતર આપવું પુરતું નથી. તેઓ આ કરુણાંતિકની પારદર્શક તપાસ, જવાબદારી અને ન્યાય છીએ.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમેરિકાએ ભારતીયો ભરેલા ત્રીજા જહાજ પર હુમલો કર્યાની કરી કબુલાત, એમટી જલવીરનો વીડિયો કર્યો જારી
Next: અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ: એક વૃદ્ધ દંપતીની પહેલી ઉડાન તેમની છેલ્લી ઉડાન બની, આકાશમાં જ પુત્રને મળવાનું સપનું થયું ચકનાચૂર

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

कोलकाता-जयपुर में बारिश से जलभराव, MP में 15 टूरिस्ट स्पॉट बंद; UP-बिहार में हीटवेव

user2 June 26, 2026
ChatGPT Image Jun 26, 2026, 11_00_23 AM

राम मंदिर चढ़ावा चोरी केस में टिन्नू यादव समेत 8 गिरफ्तार

user2 June 26, 2026
0ee97a86-24e2-4826-8297-f4905dd14d00

वेनेजुएला में भूकंप से तबाही, 235 की मौत; हजारों लापता, राहत अभियान जारी

user2 June 26, 2026
c308c63a-1797-4c71-92b9-47585e0ad405

असारवा तालाब में मरी मिलीं मछलियां, लोगों ने AMC पर लगाए आरोप

user2 June 26, 2026
ChatGPT Image Jun 25, 2026, 10_39_18 AM

मुंबई से अरुणाचल तक बारिश बनी आफत, दिल्ली-यूपी में अब भी मॉनसून का इंतजार

user2 June 25, 2026
ChatGPT Image Jun 25, 2026, 10_30_24 AM

CAPF बिल विवाद के बीच CRPF के DIG बी.सी. पात्रा सस्पेंड, सोशल मीडिया पोस्ट पर हुई कार्रवाई

user2 June 25, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.