Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • અમદાવાદની ઘટના! RBIની તિજોરીમાંથી 8.70 કરોડ ગાયબ, બેન્ક કર્મીને દબોચ્યો

અમદાવાદની ઘટના! RBIની તિજોરીમાંથી 8.70 કરોડ ગાયબ, બેન્ક કર્મીને દબોચ્યો

user2 May 23, 2026
IMG-20260523-WA0008

અમદાવાદ શહેરના કાલુપુર સ્થિત ગાંધી રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં રાખવામાં આવેલા RBIના સત્તાવાર કરન્સી ચેસ્ટમાંથી અંદાજે 8.77 કરોડ રૂપિયા ગાયબ થવાના સનસનીખેજ મામલામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB Zone 3)ની ટીમે સોલા એનએફસી રોડ વિસ્તારમાંથી બેંકના જ જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાણાની ધરપકડ કરી છે. તેની પાસેથી પાર્ક કરેલી કારમાંથી 2.2 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.

પકડાયેલો મુખ્ય આરોપી હરસિદ્ધ અર્જુનભાઈ કડિયાણા (ઉંમર 42 વર્ષ, રહે. ચાંદખેડા) બેંકમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હતો. આરોપીની કબૂલાત બાદ સોલા વિસ્તારના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી અર્ટિગા કારમાંથી કરોડોની રોકડ મળી આવી.

કેશ બોક્સમાંથી 500 રૂપિયાના દરની નોટોના બંડલ કાઢીને તેની જગ્યાએ કાગળના થોથા ગોઠવી દેવાતા હતા. જેથી કોઈને શંકા ન જાય. કૌભાંડ છૂપાવવા માટે આરોપીએ RBIના સત્તાવાર ‘eKuber’ પોર્ટલ પર નકલી ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને સ્લિપ અપલોડ કરી રકમોની હેરાફેરી કરી હતી.

પકડાયેલો મુખ્ય આરોપી હરસિદ્ધ અર્જુનભાઈ કડિયાણા (ઉંમર 42 વર્ષ, રહે. ચાંદખેડા) બેંકમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હતો. આરોપીની કબૂલાત બાદ સોલા વિસ્તારના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી અર્ટિગા કારમાંથી કરોડોની રોકડ મળી આવી.

કેશ બોક્સમાંથી 500 રૂપિયાના દરની નોટોના બંડલ કાઢીને તેની જગ્યાએ કાગળના થોથા ગોઠવી દેવાતા હતા. જેથી કોઈને શંકા ન જાય. કૌભાંડ છૂપાવવા માટે આરોપીએ RBIના સત્તાવાર ‘eKuber’ પોર્ટલ પર નકલી ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને સ્લિપ અપલોડ કરી રકમોની હેરાફેરી કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હરસિદ્ધે 6 જાન્યુઆરીથી 13 મે વચ્ચેના ગાળામાં આ આખી ચોરીને અંજામ આપ્યો હતો. તે બેંકના હિસાબોના ચોપડામાં ખોટી એન્ટ્રીઓ કરતો અને ‘eKuber’ પોર્ટલ પર પણ ખોટો ડેટા સબમિટ કરીને ઓડિટ ટીમને છેતરતો હતો.

બેંકના સત્તાવાળાઓને હિસાબમાં મોટી વિસંગતતા દેખાતા આખરે 15 મેના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ સત્તાવાર ગુનો નોંધાયો હતો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે છૂપાવેલા નાણાંની વિગતો આપી હતી. કાલુપુર પોલીસે સોલા નજીક એવરેસ્ટ એન્ક્લેવના બેઝમેન્ટ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાં પાર્ક કરેલી અર્ટિગા કારની અંદરથી 2.2 કરોડ રૂપિયાની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે 2.2 કરોડ રૂપિયા રોકડા, 6 લાખની કાર અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 2.26 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી હરસિદ્ધે આ આખી ચોરી એકલા હાથે નથી કરી. આ ગુનામાં બેંકમાં લોડિંગ-અનલોડિંગનું કામ કરતા અન્ય બે સાગરીતો ઝુલ્ફીકાર અંસારી અને સુલતાન અંસારી પણ સામેલ હતા. તેઓ કેશ બોક્સમાં કાગળ ગોઠવીને રૂપિયા ભરેલા બોક્સ ટ્રોલીમાં મૂકીને બેંક પરિસરની બહાર કાઢી લેતા અને ત્યાંથી સીધા આરોપીના ઘરે પહોંચાડતા હતા.

ચોરીના કરોડો રૂપિયા ત્રણેય વચ્ચે વહેંચાયા હતા. જેમાં હરસિદ્ધે પોતાની પાસે 7 થી 8 કરોડ રૂપિયા રાખ્યા હતા અને બાકીના સાગરીતોને 1 કરોડ રૂપિયાનું બોક્સ આપ્યું હતું. હાલ પોલીસ બાકીના ફરાર આરોપીઓને પકડવા અને બાકીની રકમ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીએ ચોરી કરેલી રકમમાંથી ચાંદખેડામાં 2 કરોડ રૂપિયાથી વધુ રકમનો આલિશાન બંગલો ખરીદ્યો હતો. આ ઉપરાંત તેણે 1.40 કરોડ રૂપિયાની દુકાન પણ ખરીદી હતી. આ ઉપરાંત તેણે એક છોટા હાથી નામનું વાહન પણ ખરીદ્યું હતું.

આ ઉપરાંત કેટલીક રકમનું ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીએ તેની સાથે કામ કરતી વૈશાલી નામની મહિલાને પણ મકાન ખરીદવા માટે 28 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા.

આરોપીના પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. ફરિયાદ થયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા માટે જતો રહ્યો હતો. જો કે આરોપીને મનાલીમાં ફરિયાદ અંગે જાણ થઇ જતા તે ફરાર થઇ ગયો હતો.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પીએમ મોદીને વ્હાઇટ હાઉસ આમંત્રણ, માર્કો રુબિયોએ ટ્રમ્પનો સંદેશ પહોંચાડ્યો
Next: બાંગ્લાદેશ સરહદ પર વાડ બનાવવાને લઈને તણાવ, BSF-BGB વચ્ચે અથડામણ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.