Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026
IMG-20260619-WA0026

યાત્રાધામ પાવાગઢ ડુંગર પરથી વહેલી સવારે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો નીચે ગબડવાના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ તેની નીચે દબાઈ ગયા હોવાની ઘટના ઘટી છે. જેમાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મોત નીપજ્યા છે અને તેમના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર ચોમાસાના પ્રારંભિક તબક્કામાં પાવાગઢ ડુંગર પર વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ડુંગર પર વરસાદી પાણીનો પ્રવાહ અત્યંત વેગવંતો હોવાના કારણે પહાડ પરથી પથ્થરો અને ભેખડ ધસી પડી હતી અને બરાબર પાટિયાપુલ નજીકથી પસાર થઈ રહેલા યાત્રિકો તેની ચપેટમાં આવી ગયા હતા. પથ્થરોનો મોટો કાટમાળ નીચે ધસી આવતા દોડધામ અને ચીસાચીસ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ડુંગર પર કાર્યરત રોપ-વેની ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમ અને ફાયર વિભાગની તાત્કાલિક ધોરણે તમામ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી દીધી છે. કાટમાળ નીચે ફસાયેલા પાંચ જેટલા લોકોને ફાયર વિભાગની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યૂકરીને બહાર કાઢ્યા હતા.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પાવાગઢ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.નોંધનીય છે કે, ગઈકાલથી વાતાવરણમાં આવેલા પલટા અને ધીમીધારે વરસી રહેલા વરસાદ વચ્ચે સર્જાયેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: Reliance Jio ના IPO અંગે મોટા સમાચાર, બોર્ડે ડ્રાફ્ટને મંજૂરી આપી, મુકેશ અંબાણીએ AGMમાં માહિતી આપી
Next: ભારત-યુકે FTA બાંગ્લાદેશ અને પાકિસ્તાનની કરોડરજ્જુ તોડી નાખશે! રહેમાન અને શરીફની ચિંતામાં વધારો કરશે

Related News

IMG-20260618-WA0009

બનાસકાંઠાનો વિચિત્ર કિસ્સોઃ નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો, તબીબો આશ્ચર્યમાં મુકાય

user2 June 18, 2026
IMG-20260618-WA0005

અમદાવાદમાં NEETની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલાવિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

user2 June 18, 2026
IMG-20260617-WA0006

ગુજરાતમાં નીટ યુજી પરીક્ષા માટે લોખંડી બંદોબસ્ત, પરીક્ષા કેન્દ્રો અને ઝેરોક્ષની દુકાનો પર ચાંપતી નજર

user2 June 17, 2026

Recent News

IMG-20260619-WA0031

હું અને ઇટાલી ક્યારેય ભીખ માંગતા નથી… મેલોનીએ ટ્રમ્પના ઘમંડને ઉતાર્યો, આપ્યો યોગ્ય જવાબ

user2 June 19, 2026
IMG-20260619-WA0030

“નો સુગર એડેડ” થી લઈને “100% નેચરલ” સુધી FSSAI એ ભ્રામક દાવાઓ પર કરી કડક કાર્યવાહી કરી; અનેક કંપનીઓને ફટકારી નોટિસ

user2 June 19, 2026
IMG-20260619-WA0018

ચીન અને જાપાનથી મોટી માત્રામાં આવી રહ્યું છે આ કેમિકલ, ભારતે કરી કાર્યવાહી

user2 June 19, 2026
IMG-20260619-WA0029

ભારત-બાંગ્લાદેશ સરહદ પર મધ્યરાત્રિએ શું બન્યું? BSF અને બાંગ્લાદેશ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BGB) વચ્ચે ફરી તણાવ વધ્યો

user2 June 19, 2026
IMG-20260619-WA0028

શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશીનો નિષ્ફળ દેખાવ; રવિવારની અંતિમ મેચ આ 15 વર્ષના અજાયબીનું નક્કી કરશે ભવિષ્ય!

user2 June 19, 2026
ChatGPT Image Jun 19, 2026, 04_57_04 PM

अनुष्का यादव मामले में तेज प्रताप यादव पर FIR, घर में घुसने और धमकी देने का आरोप

user2 June 19, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.