Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • બનાસકાંઠાનો વિચિત્ર કિસ્સોઃ નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો, તબીબો આશ્ચર્યમાં મુકાય

બનાસકાંઠાનો વિચિત્ર કિસ્સોઃ નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો, તબીબો આશ્ચર્યમાં મુકાય

user2 June 18, 2026
IMG-20260618-WA0009

સામાન્ય રીતે હડકવાના લક્ષણો ધરાવતું કૂતરું કરડે તો માણસને હડકવા થતો હોય છે પરંતુ બનાસકાંઠાના પાલનપુર સિવિલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના 45 વર્ષીય મહિલામાં નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ હડકવાના લક્ષણો જોવા મળતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને હડકવા થયો હોવાનું નિદાન કર્યું છે.

માહિતી મુજબ, દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડતાં તેઓ સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેમને હડકવા વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદના ડોઝ લેવા જતાં તેમને જણાવાયું હતું કે નોળિયાના કરડવાથી સામાન્ય રીતે હડકવા થતો નથી, તેથી બાકીના ડોઝ લેવાની જરૂર નથી. આ સલાહ બાદ મહિલાએ આગળની રસી લીધી નહોતી.

તાજેતરમાં મહિલામાં હડકવાના ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા. ખાસ કરીને તેમને હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય જોવા મળ્યો હતો. પાણી સામે લાવતા જ તેઓ ગભરાઈ જતા હતા અને પાણી પીવામાં અસમર્થ બનતા હતા. આ લક્ષણોને આધારે પાલનપુરની બનાસ હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી અને હડકવા હોવાનું નિદાન કર્યું.

બનાસ મેડિકલ કોલેજ ખાતે અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક અજીબોગરીબ કિસ્સો હમણાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના વતની 45 વર્ષીય ડાળીબેન ઉજાજી સરગડાને 17 જૂને દાખલ કરવામાં આવ્યાં છે. દોઢ મહિના અગાઉ એક નોળિયો એમને કરડી ગયો હતો.

નોળિયો કરડ્યા પછી એ લોકો ત્યાંની સરકારી હોસ્પિટલમાં ગયા હશે, એ સરકારી હોસ્પિટલમાં એક એન્ટી રેબીસ વેક્સીન એટલે કે હડકવા વિરોધી રસીનો એક ડોઝ આપેલો હતો.

ત્યારબાદ એ લોકો ફરી પાછા ગયા પણ એમને સ્થાનિક ડોક્ટરે એવું કહ્યું કે નોળિયાથી તો કોઈ દિવસ હડકવા લાગતો નથી એટલે તમે ઇન્જેક્શન નહીં લો તો ચાલશે. આથી બાકીના ઇન્જેક્શન ન લીધા.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: હારેલી મેચમાં પાકિસ્તાની કેપ્ટનનો જલવો, T20 વર્લ્ડ કપમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Next: “ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા અમર રહે,” હિન્દીમાં મેક્રોનના વિદાય સંદેશે પીએમ મોદીને સાચા મિત્ર ગણાવીને લોકોના દિલ જીતી લીધા

Related News

IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026
IMG-20260618-WA0005

અમદાવાદમાં NEETની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલાવિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

user2 June 18, 2026
IMG-20260617-WA0006

ગુજરાતમાં નીટ યુજી પરીક્ષા માટે લોખંડી બંદોબસ્ત, પરીક્ષા કેન્દ્રો અને ઝેરોક્ષની દુકાનો પર ચાંપતી નજર

user2 June 17, 2026

Recent News

IMG-20260619-WA0031

હું અને ઇટાલી ક્યારેય ભીખ માંગતા નથી… મેલોનીએ ટ્રમ્પના ઘમંડને ઉતાર્યો, આપ્યો યોગ્ય જવાબ

user2 June 19, 2026
IMG-20260619-WA0030

“નો સુગર એડેડ” થી લઈને “100% નેચરલ” સુધી FSSAI એ ભ્રામક દાવાઓ પર કરી કડક કાર્યવાહી કરી; અનેક કંપનીઓને ફટકારી નોટિસ

user2 June 19, 2026
IMG-20260619-WA0018

ચીન અને જાપાનથી મોટી માત્રામાં આવી રહ્યું છે આ કેમિકલ, ભારતે કરી કાર્યવાહી

user2 June 19, 2026
IMG-20260619-WA0029

ભારત-બાંગ્લાદેશ સરહદ પર મધ્યરાત્રિએ શું બન્યું? BSF અને બાંગ્લાદેશ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BGB) વચ્ચે ફરી તણાવ વધ્યો

user2 June 19, 2026
IMG-20260619-WA0028

શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશીનો નિષ્ફળ દેખાવ; રવિવારની અંતિમ મેચ આ 15 વર્ષના અજાયબીનું નક્કી કરશે ભવિષ્ય!

user2 June 19, 2026
ChatGPT Image Jun 19, 2026, 04_57_04 PM

अनुष्का यादव मामले में तेज प्रताप यादव पर FIR, घर में घुसने और धमकी देने का आरोप

user2 June 19, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.