Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોલા ઉમિયાધામમાં ભવ્ય અને આધુનિક હોસ્ટેલનું કર્યું લોકાર્પણ, 1600 વિદ્યાર્થીઓની છે ક્ષમતા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોલા ઉમિયાધામમાં ભવ્ય અને આધુનિક હોસ્ટેલનું કર્યું લોકાર્પણ, 1600 વિદ્યાર્થીઓની છે ક્ષમતા

user2 May 28, 2026
IMG-20260528-WA0010

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના S.G. હાઇવે પર આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે તૈયાર કરાયેલા નવનિર્મિત જે.એસ. પટેલ કુમાર છાત્રાલય અને તપસ્વીકુમાર પટેલ કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું.

ઊંઝા કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તૈયાર કરાયેલા આ વિશાળ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના અગ્રણીઓ તેમજ પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ હોસ્ટેલ પ્રોજેક્ટ અંદાજે 4.33 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે, જ્યાં 1600 જેટલા વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આધુનિક સુવિધાઓ મળશે.

ગર્લ્સ અને બોયઝ માટે કુલ 400 આધુનિક રૂમ

આ ભવ્ય હોસ્ટેલમાં ગર્લ્સ અને બોયઝ માટે કુલ 400 આધુનિક રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં 932 યુવતીઓ અને 768 યુવકો રહી શકશે. કેમ્પસમાં વિશાળ ડાઇનિંગ હોલ, અત્યાધુનિક રસોડા, ડિજિટલ લાઇબ્રેરી, જીમ, હાઇસ્પીડ લિફ્ટ, સેન્ટ્રલ લોન્ડ્રી, હાઉસકીપિંગ, મિનરલ વોટર, ગરમ પાણી અને સુરક્ષિત પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અહીં વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. સંસ્થાન દ્વારા નોન-એસી રૂમ માટે વાર્ષિક ₹65 હજાર અને એસી રૂમ માટે ₹85 હજાર ફી નક્કી કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરને દેશનું સૌથી મોડેલ મતક્ષેત્ર બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે 2029 પહેલાં દરેક ગામમાં બગીચા, તળાવો અને લાયબ્રેરીની સુવિધા ઉભી કરવામાં આવશે.

ગામડાની નાની લાયબ્રેરીઓને ગાંધીનગરની મેગા લાયબ્રેરી સાથે ડિજિટલ રીતે જોડવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાંથી ગેરકાયદેસર ઘૂસણખોરોને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર “ડેમોગ્રાફી ચેન્જ કમિશન”ની રચના કરશે.

અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક

ગાંધીનગર સ્થિત કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદનું રાજકીય આયોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષની ઉજવણીની રૂપરેખા અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે. ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલની હાજરી પણ ખાસ નોંધપાત્ર રહી હતી.

ગાંધીનગર સ્થિત કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદનું રાજકીય આયોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષની ઉજવણીની રૂપરેખા અંગે બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે. ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલની હાજરી પણ ખાસ નોંધપાત્ર રહી હતી.

પાટીદાર સમાજ દેશને આપનાર સમાજ

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજ દેશને આપનાર સમાજ છે અને આ શિક્ષણધામ ભવિષ્યમાં ગામડાના વિદ્યાર્થીઓને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે ભારત આજે વિશ્વમાં વિશ્વસનીય અને સુરક્ષિત દેશ તરીકે ઉભરી રહ્યું છે.

ઊંઝા ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ બાબુ જમના પટેલે જણાવ્યું કે 1600 વિદ્યાર્થીઓ માટેની આ હોસ્ટેલ આગામી પેઢીના ભવિષ્યને મજબૂત બનાવશે. જ્યારે ઉપપ્રમુખ રમેશ દૂધવાળાએ જણાવ્યું કે સરકાર દ્વારા સંસ્થાને અપાયેલી જમીન માટે સમાજ સરકારનો આભારી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઈન્ટરનેશનલ ડેબ્યુ વગર જ એક IPL સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર આ છે 5 બેસ્ટમેન
Next: ઐતિહાસિક યુએસ-ઈરાન શાંતિ કરાર તૈયાર, ફક્ત ટ્રમ્પના “હા “, હોર્મુઝ ખુલવાની રાહ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.