Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની 11111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા, 20 ખેડૂત સંગઠનો જોડાયા, આપનું પણ સમર્થન

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની 11111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા, 20 ખેડૂત સંગઠનો જોડાયા, આપનું પણ સમર્થન

user2 June 15, 2026
IMG-20260615-WA0003

ગુજરાતમાં ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમદાવાદથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહી છે. આ યાત્રામાં 1111 ટ્રેક્ટર સાથે હજારો ખેડૂતો જોડાયા છે. આ રેલીમાં આશરે 20થી વધારે ખેડૂત સંગઠનો પણ જોડાયા છે. રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકરો સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદના શાંતિપુરા ચોકડી પહોંચી ગયા છે. જ્યાંથી કિસાન અધિકાર યાત્રા નીકળશે. બીજી તરફ સ્થળ પર કડક પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે.

શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જિલ્લોમાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે.

મોરબીથી એક ખેડૂત હળ સાથે આવ્યાં છે અને તેમની ગાડી પર ‘ખેડૂત મજબૂત તો દેશ મજબૂત’ સહિતના અલગ-અલગ પેઇન્ટિંગો દોરેલા છે, જે લોકોમાં આકર્ષણ બન્યું છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અને કરસન ભાદરકા પણ શાંતિપુરા ચોકડી પહોંચ્યા છે. અહીં કરસન ભાદરકાએ કહ્યું છે કે રેલી નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે એટલે ગાંધીનગર જવાની મંજૂરી ના આપી.

ઈટાલિયા સહિતના આપના નેતાઓ ખેડૂત આંદોલનના સમર્થનમાં

કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ ફાઇનલ, ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો, શેરબજારમાં તેજી
Next: રિચા ઘોષે ચાર બોલમાં મેચ પલટી નાખી, મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના સપનાઓને કરી દીધા ચકનાચૂર

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.