Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાતમાં CM ઓફિસ, AMC, RSSની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેઈલ, સર્ચ ઓપરેશનનો ધમધમાટ

ગુજરાતમાં CM ઓફિસ, AMC, RSSની કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેઈલ, સર્ચ ઓપરેશનનો ધમધમાટ

user2 June 10, 2026
IMG-20260610-WA0005

ગુજરાતમાં છાસવારે બોમ્બની ધમકી ભર્યા ઈમેલ આવે છે ત્યારે ફરી આજે 10 જૂન 2026 બુધવારના રોજ અલગ અલગ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા ઈમેઈલમાં સીએમ ઓફિસ, અમદાવાદ કોર્પોરેશન ઓફિસ અને આરએસએસની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની માહિતી આપવામાં આવી હતી. ધમકી ભર્યો ઈમેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સર્ચ ઓપરેશનનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના પાટનગર અને મેગાસીટી અમદાવાદમાં અલગ અલગ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ગંભીર ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. આ ઈમેલ મળતાં જ અમદાવાદ અને ગાંધીનગરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ધમકી ભર્યા ઈમેલ જુદા જુદા ઈમેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા. આ ઈમેઈલ્સમાં આપેલી ધમકીઓમાં ખાસ કરીને CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી લેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે.

આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘની ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: अहमदाबाद से गांधीनगर तक बम धमकी, AMC-CMO में हड़कंप मचा
Next: T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન, સ્કોટલેન્ડ સામે હાર્યું, મોટી ટીમો માટે શું થશે દશા?

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

कोलकाता-जयपुर में बारिश से जलभराव, MP में 15 टूरिस्ट स्पॉट बंद; UP-बिहार में हीटवेव

user2 June 26, 2026
ChatGPT Image Jun 26, 2026, 11_00_23 AM

राम मंदिर चढ़ावा चोरी केस में टिन्नू यादव समेत 8 गिरफ्तार

user2 June 26, 2026
0ee97a86-24e2-4826-8297-f4905dd14d00

वेनेजुएला में भूकंप से तबाही, 235 की मौत; हजारों लापता, राहत अभियान जारी

user2 June 26, 2026
c308c63a-1797-4c71-92b9-47585e0ad405

असारवा तालाब में मरी मिलीं मछलियां, लोगों ने AMC पर लगाए आरोप

user2 June 26, 2026
ChatGPT Image Jun 25, 2026, 10_39_18 AM

मुंबई से अरुणाचल तक बारिश बनी आफत, दिल्ली-यूपी में अब भी मॉनसून का इंतजार

user2 June 25, 2026
ChatGPT Image Jun 25, 2026, 10_30_24 AM

CAPF बिल विवाद के बीच CRPF के DIG बी.सी. पात्रा सस्पेंड, सोशल मीडिया पोस्ट पर हुई कार्रवाई

user2 June 25, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.