ગુજરાત પોલીસ બેડા માટે આજે શનિવારે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારના ગૃહવિભાગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ડીજીપી તરીકે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની નિમણૂક કરવામાં આવી છે. જીએસ મલિકના હાથમાં હવે આખી ગુજરાત પોલીસની કમાન આવશે. આ નિમણૂંક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે શનિવાર 6 જૂન 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતેથી ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાતના પોલીસ વડા એટલે કે (Director General and Inspector General of Police) તરીકે 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની કાયમી નિમણૂંક કરવામાં આવી છે.
તાત્કાલિક અસરથી સોંપાઈ કમાન
ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પહેલા એલ.એન.રાવ જવાબદારી સંભાળી રહ્યા હતા.
