Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

user2 June 9, 2026
IMG-20260609-WA0005

અમદાવાદના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન અને ડ્રગ્સ નેટવર્કની આશંકા ધરાવતો કુખ્યાત મહાવીરસિંહ સિંધવ ગઈકાલે સોમવારે (8 જૂન) રાત્રે બોપલના ‘અક્ષર લકઝૂરીયા’ ફ્લેટમાં ચોથા માળેથી નીચે પટકાતા મોતને ભેટ્યો છે.

નશાની હાલતમાં પાડોશી સાથે ઝઘડો કર્યા બાદ, સ્થાનિકોએ પોલીસ બોલાવતા પકડાઈ જવાની બીકે ભાગવા જતાં મહાવીરસિંહનો પગ લપસી ગયો હતો અને તે નીચે પટકાયો હોવાનો પોલીસે દાવો કર્યો છે. આ મામલે બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મહાવીરસિંહ સિંધવ દારૂના નશામાં હતો અને તેના રહેઠાણ નજીક પડોશીઓ સાથે ઉગ્ર બોલાચાલી તથા ઝઘડો કરી રહ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતાં બોપલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ હતી. જોકે પોલીસ આવે તે પહેલાં જ મહાવીરસિંહે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાગવાના પ્રયાસ દરમિયાન મહાવીરસિંહ સિંધવ બિલ્ડિંગના ચોથા માળેથી અચાનક લપસી ગયો હતો. ઊંચાઈ પરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહાવીરસિંહ સિંધવ સામે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન સહિતના પાંચ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસ લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: बॉम्बे हाईकोर्ट के रिटायर्ड जज का दावा- पूरे परिवार को मिल रही धमकियां
Next: SL A vs IND A : 4 બોલમાં લીધી છેલ્લી 3 વિકેટ, વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતા છતાં ભારત Aનો રોમાંચક વિજય

Related News

IMG-20260609-WA0003

“યુસુફ પઠાણ સરકારી જમીન પર કેવી રીતે કબજો કરી શકે?” હાઈકોર્ટે ટીએમસી સાંસદને ફટકાર લગાવી

user2 June 9, 2026
IMG-20260609-WA0001

હત્યાના પ્રયાસના આરોપી ખાન સરને રાહત મળી, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

user2 June 9, 2026
IMG-20260609-WA0000

H-1B વિઝા: યુએસ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો, $100,000 વિઝા ફી રદ કરી, ભારતીયો માટે રાહત

user2 June 9, 2026

Recent News

IMG-20260609-WA0006

SL A vs IND A : 4 બોલમાં લીધી છેલ્લી 3 વિકેટ, વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતા છતાં ભારત Aનો રોમાંચક વિજય

user2 June 9, 2026
IMG-20260609-WA0005

અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતા કુખ્યાત આરોપીનું ચોથા માળેથી પટકાતા મોત

user2 June 9, 2026
gautam-patel

बॉम्बे हाईकोर्ट के रिटायर्ड जज का दावा- पूरे परिवार को मिल रही धमकियां

user2 June 9, 2026
Gemini_Generated_Image_je2lv8je2lv8je2l

गुरुग्राम में रिटायर्ड आर्मी मेजर ने ट्रैफिक पुलिस पर लगाए गंभीर आरोप

user2 June 9, 2026
keralam-health-minister-jpg_1780994222682

केरल में शिगेला संक्रमण से हड़कंप, स्वास्थ्य विभाग अलर्ट पर

user2 June 9, 2026
6a2019cab2569-khan-sir-controversy-031026244-16x9

खान सर को बड़ी राहत, कोर्ट ने गिरफ्तारी पर लगाई रोक

user2 June 9, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.