Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • મોરબી-હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

મોરબી-હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

user2 June 6, 2026
IMG-20260606-WA0001

મોરબી-હળવદ હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતના સમયે ફૂલ સ્પીડમાં આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા છે. બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને લોકો ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તનો સારવાર માટે રાજકોટ અને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહો કાઢવાની ફરજ પડી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે આશરે 9.30 વાગ્યાના સમયે મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામ નજીક એક ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું. ત્યારે હાઈવ પર ફૂલ સ્પીડમાં આવતી કાર ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના કારના ભૂક્કા બોલાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. રણછોડગઢ ગામના રહેવાસીઓ કિયા કારમાં સવાર થઈને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.

આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે.

ઘટના અંગે મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: “પાકિસ્તાનને જુઠ્ઠાણા ફેલાવવાની આદત છે,” ભારતે યુએનમાં કાશ્મીર મુદ્દા પર સ્પષ્ટપણે વાત કરી, ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવ્યું
Next: Fake Aadhaar, Real Address: How Did Verification Miss Them?

Related News

IMG-20260606-WA0000

“પાકિસ્તાનને જુઠ્ઠાણા ફેલાવવાની આદત છે,” ભારતે યુએનમાં કાશ્મીર મુદ્દા પર સ્પષ્ટપણે વાત કરી, ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવ્યું

user2 June 6, 2026
IMG-20260605-WA0019

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાને ઈરાન સાથે દગો કર્યો; યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સૈનિકો હતા હાજર

user2 June 5, 2026
IMG-20260605-WA0016

સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

user2 June 5, 2026

Recent News

HKGp0Hya0AAc9fA

मोरबी में डंपर-कार टक्कर, रणछोड़गढ़ के 5 युवकों की मौत

user2 June 6, 2026
ChatGPT Image Jun 6, 2026, 10_56_16 AM

सुप्रीम कोर्ट ने बेटे को लगाई फटकार

user2 June 6, 2026
ChatGPT Image Jun 6, 2026, 10_41_33 AM

Fake Aadhaar, Real Address: How Did Verification Miss Them?

user2 June 6, 2026
IMG-20260606-WA0001

મોરબી-હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

user2 June 6, 2026
IMG-20260606-WA0000

“પાકિસ્તાનને જુઠ્ઠાણા ફેલાવવાની આદત છે,” ભારતે યુએનમાં કાશ્મીર મુદ્દા પર સ્પષ્ટપણે વાત કરી, ઇસ્લામાબાદને જવાબદાર ઠેરવ્યું

user2 June 6, 2026
IMG-20260605-WA0019

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાને ઈરાન સાથે દગો કર્યો; યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સૈનિકો હતા હાજર

user2 June 5, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.