Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

user2 June 5, 2026
IMG-20260605-WA0012

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા આ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરીને આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા કુલ 568 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરુષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા તત્વો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ જારી રહેશે.

હાલમાં ગુજરાત પોલીસ દ્વારા તમામ જિલ્લાઓમાં જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. પકડાયેલા તમામ વ્યક્તિઓ વિરૂદ્ધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 776 રન, 237નો સ્ટ્રાઇક રેટ અને ઓરેન્જ કેપ, છતાં આ દિગ્ગજે કેમ કહ્યું કે વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ
Next: વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.