PM મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ પહોંચી ગયા છે. ત્યાં વડાપ્રધાનના વરદહસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
અહીં તેમણે જાહેરસભા સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારા વ્હાલા સુરતીઓને ખુબ-ખુબ અભિનંદન. સુરતના વિકાસના ગતિ આપવા માટે અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીન ગ્રોથ તરફ કામ કરી રહ્યું છે.
સુરત એ શહેર નહીં સ્પિરિટ છે. સુરત સતત સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યું છે. તમામ ભાજપના જનપ્રતિનિધિઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. આજનો દિવસે વધુ એક સુખદ સંયોગ છે. આજના દિવસે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાના એક સુરતમાં છું. પહેલાં પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત હતું આજે સ્વચ્છતા માટે જાણીતું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી પહેલીવાર ગુજરાત આવ્યો છું. હું સુરતથી તમામ ગુજરાતના લોકોને વંદન કરું છું. અઢી દસકથી વધુનો સમય થઈ ગયો છે. તમે ભાજપને નિરંતર તમારો આશીર્વાદ આપી રહ્યા છો. સમયની સાથે તમારો આર્શીવાદ વધતો જ જાય છે.
ગુજરાતની જનતાએ આપણા સેવાભાવને સમર્થન આપ્યું છે. આ પ્રચંડ વિજ્ય સેવાના મિશનને વધુ વિસ્તાર આપવા માટે છે. આપણે હવે બહુ મહેનત કરવાની છે. આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે.
ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ગુજરાતના પાટણના ચારણકા ગામમાં ભારતનું પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવ્યું હતું. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.
