Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • સોમનાથના દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, ત્રણનો આબાદ બચાવ

સોમનાથના દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, ત્રણનો આબાદ બચાવ

user2 May 22, 2026
IMG-20260522-WA0014

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા હતા.

મહારાષ્ટ્રના સોલાપુરથી પ્રવાસીઓનો એક સંઘ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યો હતો. પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેઓ સોમનાથના દરિયા કિનારે મોજાંની મજા માણવા અને ફરવા માટે ગયા હતા. દરમિયાન અચાનક સમુદ્રમાં એકાએક ઊંચી લહેરો ઉછળી હતી, જેની ઝપટે ચડી જતાં ત્રણ યાત્રિકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

દરિયામાં યાત્રિકો ડૂબતા જ કિનારે હાજર લોકોમાં ભારે ચીસાચીસ અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માછીમારો, લાઈફ ગાર્ડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ટીમે બે યાત્રિકોને સમુદ્રમાંથી સુરક્ષિત અને જીવતા બહાર કાઢી લીધા હતા.

દુર્ઘટનામાં ભોગ બનેલા ત્રણ પૈકી બે પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ એક યાત્રિક હજુ પણ લાપત્તા છે. પોલીસ અને સ્થાનિક બચાવ ટુકડીઓ દ્વારા દરિયાના મોજાં વચ્ચે ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને પગલે સોમનાથ પ્રશાસન અને દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા અવારનવાર દરિયાના ઊંચા મોજાં અને કરંટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને દરિયામાં ન નાહવા કે ઊંડે સુધી ન જવા માટે ચેતવણી આપવામાં આવતી હોય છે, તેમ છતાં અનેક લોકો જોખમ વહોરી લેતા હોય છે જે આવી મોટી દુર્ઘટનાઓનું કારણ બને છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: નેહા વડોલિયાએ લાલો ફિલ્મના અભિનેતા કરણ જોશીની પ્રાઈવેટ ચેટ્સ લીક કરીને ખોલી પોલ, જાણો શું કર્યા આક્ષેપો?
Next: અમદાવાદ એરપોર્ટ પર કરોડોના સોનાની ચોરીનો ખુલાસો, 8ની ધરપકડ, કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ?

Related News

IMG-20260606-WA0005

ગુજરાતના નવા DGP તરીકે IPS જી.એસ. મલિકની નિમણૂંક, કોણ છે જ્ઞાનેન્દ્ર સિંહ મલિક?

user2 June 6, 2026
IMG-20260606-WA0001

મોરબી-હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત, બે ઈજાગ્રસ્ત

user2 June 6, 2026
IMG-20260605-WA0016

સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

user2 June 5, 2026

Recent News

IMG-20260606-WA0013

કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ સમાપ્ત; અભિજીત દિપકની પહેલી પ્રતિક્રિયા, કહ્યું કે તે ફક્ત એક ટ્રેલર હતું

user2 June 6, 2026
IMG-20260606-WA0011

Hockey U18 Asia Cup: ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને હરાવીને ભારતે હોકી અંડર-18 એશિયા કપનો ખિતાબ જીત્યો

user2 June 6, 2026
IMG-20260606-WA0010

અશ્વિની વૈષ્ણવની મોટી ઘોષણા: કોલકાતામાં 60 નવી પેઢીની ટ્રેનો દોડશે, સિલિગુડીથી દિલ્હી સુધી બુલેટ ટ્રેન દોડશે

user2 June 6, 2026
IMG-20260606-WA0005

ગુજરાતના નવા DGP તરીકે IPS જી.એસ. મલિકની નિમણૂંક, કોણ છે જ્ઞાનેન્દ્ર સિંહ મલિક?

user2 June 6, 2026
IMG-20260606-WA0004

વૈભવની એન્ટ્રી, શ્રેયસ કેપ્ટન, તિલક ઉપ-કેપ્ટન, સૂર્યકુમાર બહાર; આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત

user2 June 6, 2026
IMG-20260606-WA0003

વોલ સ્ટ્રીટ ક્રેશ: ₹124000000000000000 નું ધોવાણ, યુએસ શેરબજારમાં ઉથલપાથલ, શું સોમવારે ભારતનો વારો આવશે?

user2 June 6, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.