Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • વાપી કોર્ટનો દાખલારૂપ ચૂકાદો, 14 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

વાપી કોર્ટનો દાખલારૂપ ચૂકાદો, 14 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

user2 June 16, 2026
IMG-20260616-WA0022

વાપીના ચણોદ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી સમયાંતરે શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેવાના કેસમાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે હવસખોર આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે પિડિતાને વળતર પેટે રૂ.4 લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે, વાપીના ચણોદ વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે. વર્ષ 2024માં પાડોશમાં રહેતા રમેશ ગોરખનાથ પ્રજાપતિ પરિવારની 14 વર્ષીય કામીની (નામ બદલ્યું છે.) સાથે વાતચીત કરતો હતો.

સમયાંતરે હવસખોર રમેશ કામીનીને પોતાની રૂમ પર બોલાવી સંબંધો બાંધતો હતો. જો કે હવસખોરના કૃત્ય અંગે કામીનીએ પરિવારને જાણ કરી ન હતી.

જો કે માતાને કામીનીનું પેટ મોટુ થયાનું જણાતાં ડોકટર પાસે લઈ જતાં કામીની ગર્ભવતી હોવાનો ભાડો ફંટયો હતો. આખરે કામીનીએ પાડોશી રમેશ પ્રજાપતિના ગંભીર કૃત્ય અંગે આખી બિના જણાવતા માતા સ્તબ્ધ બની ગઈ હતી.

હવસખોર રમેશ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ડુંગરા પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી.

વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં આ કેસ સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિકયુટર અનિલ ત્રિપાઠીએ પિડીતા, પરિવારજનો સહિત લોકોની જુબાની અને મેડિકલ રિપોર્ટના આધારે અનેક પાસાઓ પર ધારદાર દલીલો કરી હતી.

જજ ડો. એચ.એન.વકીલે આરોપી રમેશ પ્રજાપતિને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. સાથે પિડીતાને રૂ.4 લાખ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કર્યો છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચીનના કિંગહાઈ પ્રાંતમાં 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, એલર્ટ જાહેર કરાયું
Next: પેરિસમાં પીએમ મોદી અને ટ્રમ્પ 16 મહિના પછી મળ્યા, G7 સમિટમાં હાથ મિલાવ્યા, શું ચર્ચા થઈ?

Related News

IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026
IMG-20260618-WA0009

બનાસકાંઠાનો વિચિત્ર કિસ્સોઃ નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલાને હડકવા ઉપડ્યો, તબીબો આશ્ચર્યમાં મુકાય

user2 June 18, 2026
IMG-20260618-WA0005

અમદાવાદમાં NEETની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલાવિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

user2 June 18, 2026

Recent News

IMG-20260619-WA0031

હું અને ઇટાલી ક્યારેય ભીખ માંગતા નથી… મેલોનીએ ટ્રમ્પના ઘમંડને ઉતાર્યો, આપ્યો યોગ્ય જવાબ

user2 June 19, 2026
IMG-20260619-WA0030

“નો સુગર એડેડ” થી લઈને “100% નેચરલ” સુધી FSSAI એ ભ્રામક દાવાઓ પર કરી કડક કાર્યવાહી કરી; અનેક કંપનીઓને ફટકારી નોટિસ

user2 June 19, 2026
IMG-20260619-WA0018

ચીન અને જાપાનથી મોટી માત્રામાં આવી રહ્યું છે આ કેમિકલ, ભારતે કરી કાર્યવાહી

user2 June 19, 2026
IMG-20260619-WA0029

ભારત-બાંગ્લાદેશ સરહદ પર મધ્યરાત્રિએ શું બન્યું? BSF અને બાંગ્લાદેશ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BGB) વચ્ચે ફરી તણાવ વધ્યો

user2 June 19, 2026
IMG-20260619-WA0028

શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશીનો નિષ્ફળ દેખાવ; રવિવારની અંતિમ મેચ આ 15 વર્ષના અજાયબીનું નક્કી કરશે ભવિષ્ય!

user2 June 19, 2026
ChatGPT Image Jun 19, 2026, 04_57_04 PM

अनुष्का यादव मामले में तेज प्रताप यादव पर FIR, घर में घुसने और धमकी देने का आरोप

user2 June 19, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.