Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • PM મોદી અને અમિત શાહને “ગદ્દાર” કહેનાર રાહુલ ગાંધી પર સાંસદ ધવલ પટેલના આકરા પ્રહારો, અહીં જાણો શું કહ્યું?

PM મોદી અને અમિત શાહને “ગદ્દાર” કહેનાર રાહુલ ગાંધી પર સાંસદ ધવલ પટેલના આકરા પ્રહારો, અહીં જાણો શું કહ્યું?

user2 May 21, 2026
IMG-20260521-WA0008

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યાર બાદ વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે રાહુલ ગાંધીની ટિપ્પણી અને ગદ્દાર કહીને સંબોધનની કડક શબ્દોમાં નિંદા કરી હતી.

સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું આ નિવેદન તેમની ક્ષતિગ્રસ્ત માનસિકતા દર્શાવે છે. ચૂંટણીઓમાં સતત મળી રહેલી કારમી હાર અને નિષ્ફળતાના કારણે રાહુલ ગાંધી પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે અને હતાશામાં આવા નિવેદનો આપી રહ્યા છે.

ધવલ પટેલે વધુમાં ઉમેર્યું કે, રાહુલ ગાંધીની આ ભયંકર હતાશા પાછળનું મુખ્ય કારણ ‘ઇન્ડી ગઠબંધન’નું પતન છે. આ ગઠબંધનના બે મુખ્ય સહયોગી પક્ષો, મમતા બેનર્જીની TMC અને તમિલનાડુની DMK એ સત્તાવાર રીતે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે.

ડીએમકે પાર્ટીએ તો લોકસભા સ્પીકર ઓમ બિરલાને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ હવે કોંગ્રેસ સાથે લોકસભામાં બેસવા માંગતા નથી અને તેમની બેઠકો અલગ કરવામાં આવે. આ રીતે આખું ગઠબંધન વેરવિખેર થઈ જતાં કોંગ્રેસ નેતાગીરી પાયાવિહોણી બની ગઈ છે અને સંસદમાં પણ એકલી પડી ગઈ છે.

વૈશ્વિક ઉર્જા સંકટ સમયે વડાપ્રધાન દેશના હિત માટે કાર્યરત, જ્યારે કોંગ્રેસ દેશવિરોધી તત્વો સાથે સક્રિય જ્યારે સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને ગલ્ફ દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે એનર્જી ક્રાઈસિસ (ઉર્જા સંકટ) ઊભું થયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે પાંચ દેશોના મહત્વના વિદેશ પ્રવાસે છે.

દુબઈ સહિતના દેશો સાથે ભારત માટે આગામી દિવસોનું ઇંધણ સુરક્ષિત કરવાના ભગીરથ પ્રયાસો પીએમ મોદી કરી રહ્યા છે, ત્યારે તેમને ‘ગદ્દાર’ કહેવા તે કોંગ્રેસની અત્યંત હીન માનસિકતા દર્શાવે છે.

કોંગ્રેસનો ઇતિહાસ હંમેશાંથી પીએમ મોદી અને ગુજરાત પ્રત્યે નફરતથી ભરેલો રહ્યો છે, જે 2007ના સોનિયા ગાંધીના ‘મોતના સૌદાગર’ વાળા નિવેદનથી લઈને મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને ‘અભણ અને મૂર્ખ’ કહેવા સુધીના નિવેદનોમાં સ્પષ્ટ દેખાય છે.

બીજી તરફ, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ દરમિયાન ‘ટુકડે ટુકડે ગેંગ’ અને જ્યોર્જ સોરોસ જેવા ભારત વિરોધી તત્વોના સંપર્કમાં રહે છે તેમજ ચીન સાથે દેશવિરોધી કરારો (MoU) કરીને દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે.

દેશની સેનાને ખુલ્લો દોર આપી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો, દેશમાંથી નક્સલવાદ અને માઓવાદનો સફાયો કરવો. શું આ બધી રાષ્ટ્રવાદી કામગીરીને રાહુલ ગાંધી ગદ્દારી કહેશે? આજે રાહુલ ગાંધી મુસ્લિમ લીગ અને ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારાના પ્રભાવ હેઠળ આવીને પાકિસ્તાન જેવા દેશોની ભાષા બોલી રહ્યા છે.

સાંસદ ધવલ પટેલે આક્રોશ સાથે પત્રકાર પરિષદના અંતમાં ચેતવણી આપી હતી કે, તાજેતરની ચૂંટણીઓમાં દેશની જનતાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને યોગ્ય પાઠ ભણાવ્યો જ છે. રાહુલ ગાંધીની વાણી અને વર્તનમાં જે ફ્રસ્ટ્રેશન દેખાઈ રહ્યું છે, તેને દેશ ક્યારેય સ્વીકારશે નહીં.

દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભારતના 140 કરોડ નાગરિકોનું આ રીતે વારંવાર અપમાન કરનારી કોંગ્રેસ પાર્ટીને આવનારા દિવસોમાં ભારત અને ગુજરાતની જનતા ફરી એકવાર મોંતોડ અને ઐતિહાસિક જવાબ આપશે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: તમિલનાડુમાં વિજયની સેનાની જાહેરાત, 21 TVK અને 2 કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા
Next: આગામી 20 વર્ષ સુધી રહેશે BJPનું રાજ, Axis My India ના પ્રદીપ ગુપ્તાની ભવિષ્યવાણી, કોંગ્રેસ પર શું બોલ્યા?

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.