Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • વલસાડમાં ચકચારી ઘટના! પતિ સાથે ઝઘડા બાદ પત્નીએ ત્રણ બાળકોની કથીત હત્યા કર્યા બાદ ઝેર પીધું

વલસાડમાં ચકચારી ઘટના! પતિ સાથે ઝઘડા બાદ પત્નીએ ત્રણ બાળકોની કથીત હત્યા કર્યા બાદ ઝેર પીધું

user2 May 27, 2026
IMG-20260527-WA0004

ગુજરાતમાં છાસવારે હત્યા અને આત્મહત્યા જેવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ઉમરગામમાં એક કરુણ ઘટના બનવા પામી છે. ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં ચકચારી ઘટના બની છે. અહીં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ માતાએ ત્રણ બાળકોની હત્યા કરી હતી. અને માતાએ પોતે પણ ઝેર ઘટઘટાવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવી દીધો હતો. જ્યારે ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે બુધવારે રાત્રે વલસાડ જિલ્લાના ઉમરગામના પાલી કરમબેલી ગામમાં એક મહિલાએ ઘરકંકાસમાં પોતાના ત્રણ બાળકોને ઝેર આપીને પોતે ઝેર ઘટઘટાવ્યું હતું. આ ઘટનામાં જે ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત થયા છે, તેમાં માત્ર 9 મહિનાના જુડવા દીકરાઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં ચર્ચા છે કે માતા નિશાબેન સંજયભાઈ હળપતિ (ઉંમર આશરે 22 વર્ષ) એ પોતાના આ ત્રણેય સંતાનોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલ માતાની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વહાણવટી પતિ સાથે થયો હતો ઝઘડો

સ્થાનિક સૂત્રો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકોના પિતા સંજયભાઈ વસંતભાઈ હળપતિ (ઉંમર આશરે 25 વર્ષ) વહાણમાં નોકરી કરે છે અને થોડા દિવસો પહેલા જ દરિયાઈ સફર ખેડીને ઘરે પરત ફર્યા હતા. ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

આ વિવાદના આઘાતમાં અને ગુસ્સામાં આવીને માતાએ રાત્રિના સમયે આ લોહિયાળ પગલું ભર્યું હોવાનું સગા-સંબંધીઓ જણાવી રહ્યા છે. મૃતક બાળકોની ફોઈએ પણ મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી છે કે માતાએ જ કલહના કારણે બાળકોને મોત આપ્યું છે.

ભીલાડ પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચીને આસપાસના પુરાવા એકત્ર કરી રહી છે. ઘરના સભ્યો અને ગ્રામજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે, બાળકોને કયો ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો કે અન્ય કોઈ રીતે શ્વાસ રૂંધીને હત્યા કરાઈ છે તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

પોલીસ પ્રશાસનનું કહેવું છે કે બાળકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી દેવાયા છે અને એફએસએલ (FSL) ની ટીમની મદદ લેવાઈ રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરાશે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઈબોલા એલર્ટ વચ્ચે ભારતમાં વધી સતર્કતા, યુગાંડાથી આવેલી મહિલા બેંગલુરુમાં ક્વોરંટીન
Next: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાંથી ઝડપ્યું 1180 કરોડનું કોકેઈન, બ્રાઝીલથી લાવી દિલ્હીમાં થવાની હતી ડિલિવરી

Related News

IMG-20260605-WA0016

સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

user2 June 5, 2026
IMG-20260605-WA0013

વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

user2 June 5, 2026
IMG-20260605-WA0012

ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

user2 June 5, 2026

Recent News

IMG-20260605-WA0019

પાકિસ્તાનના મિત્ર અઝરબૈજાને ઈરાન સાથે દગો કર્યો; યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સૈનિકો હતા હાજર

user2 June 5, 2026
IMG-20260605-WA0017

Gautam Gambhir Confirms India’s No. 3 For Afghanistan Test: ‘He Has Not Got A Fair Chance’

user2 June 5, 2026
IMG-20260605-WA0017

IND vs AFG: કોઈ બહાનું નહીં ચાલે, ગૌતમનો ‘ગંભીર’ અંદાજ: પ્રેસકોન્ફરન્સની 5 મોટી બાબતો

user2 June 5, 2026
IMG-20260605-WA0016

સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

user2 June 5, 2026
IMG-20260605-WA0013

વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

user2 June 5, 2026
IMG-20260605-WA0012

ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

user2 June 5, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.