Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાંથી ઝડપ્યું 1180 કરોડનું કોકેઈન, બ્રાઝીલથી લાવી દિલ્હીમાં થવાની હતી ડિલિવરી

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાંથી ઝડપ્યું 1180 કરોડનું કોકેઈન, બ્રાઝીલથી લાવી દિલ્હીમાં થવાની હતી ડિલિવરી

user2 May 27, 2026
IMG-20260527-WA0005

ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ માફિયાઓ અનેક તિકડમ અજમાવતા હોય છે. જોકે, ગુજરાત સુરક્ષા એજન્સીઓ પોતાની ચાલાકીથી ડ્રગ્સ માફિયાઓના મનસુબા ઉપર પાણી ફેરી દે છે. ગુજરાતમાં છાસવારે સુરક્ષા એજન્સીઓ મોટી માત્રામાં ડ્રગ્સ પકડી રહી છે. ત્યારે વધુ એક ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કાંઠેથી ઝડપાયો છે.

મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્ય ઘુસાડવાના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. મુંદ્રા તરપથી આવી રહેલા યુરોપ નામના કાર્ગોશીપમાં કોકેઈનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ATSએ કોકેઈન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખસો મળીને કૂલ 3ને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખસ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે વધુ મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી ‘યુરોપ’નામના કાર્ગોશીપમાંથી 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા થવા જાય છે.

ATSએ જ્યારે શીપ પર તપાસ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા ATSએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે.

આરોપીઓ પાસે ડ્રગ્સના કૂલ 6 પેક હતા જેમાંથી 5 મળી આવ્યા છે. જેથી એક પેક દરિયામાં ફેંકી દીધું હોવાની આશંકા હોય તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન અને એક એપલનું ટેબ પણ કબજે કરવામાં આવ્યું છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વલસાડમાં ચકચારી ઘટના! પતિ સાથે ઝઘડા બાદ પત્નીએ ત્રણ બાળકોની કથીત હત્યા કર્યા બાદ ઝેર પીધું
Next: હવે વર્ષમાં બે વખત દેખાશે IPLનો રોમાંચ, BCCI બનાવી રહી છે યોજના

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.