Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

user2 June 5, 2026
IMG-20260605-WA0013

વૈશ્વિક સ્તરે ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પડી છે. ક્રૂડ ઓઇલ અને ગેસ સહિત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તબક્કાવાર વધારો થતાં વિદેશથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. પુસ્તકો બનાવવા માટે વપરાતા રો-મટિરિયલ પણ વિદેશથી આયાત થતો હોવાથી તેના ભાવો પણ વધી ગયા છે. આ આર્થિક ભારણ વચ્ચે પણ ગુજરાત સરકારે વાલીઓના હિતમાં એક સંવેદનશીલ નિર્ણય લીધો છે.

પાઠ્યપુસ્તક બોર્ડના કાર્યવાહક ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે, કાચા માલ અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખાસ્સો વધી ગયો છે, જેની સીધી અસર પુસ્તકોના ઉત્પાદન પર થાય છે. આમ છતાં આ વધારાનો બોજ સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પર ના પડે તે હેતુથી સરકારે આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ના કરવાનો નિર્ણય કર્યો છે.

આગામી 8 જૂનના રોજ રાજ્યભરની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. ચેરમેન મનુભાઈ પાવરાએ સ્પષ્ટતા કરી છે કે બોર્ડના તમામ પાઠ્યપુસ્તકો વાલીઓને જૂના ભાવે જ મળશે. વૈશ્વિક કટોકટીના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે બોર્ડ દ્વારા તડામાર કામગીરી ચાલી રહી છે.

એક તરફ સરકારે પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર રાખ્યા છે તો બીજી તરફ બજારમાં સ્ટેશનરીના ભાવોએ માઝા મૂકી છે. કાગળના ભાવમાં કિલોએ 8 થી 10 રૂપિયાનો વધારો થતાં સામાન્ય નોટબુક જે અગાઉ 30 થી 40 રૂપિયામાં મળતી હતી, તેના ભાવ વધીને હવે 55 થી 60 રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત કમ્પાસ બોક્ષ, બોલપેન, અને ફૂલસ્કેપ બુક્સ જેવી રોજિંદી જરૂરી વસ્તુઓમાં 15% થી 20% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

જ્યારે ખાનગી પ્રકાશકોએ પોતાની ગાઇડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો 20% થી 25% સુધીનો અને NCERT પુસ્તકોમાં 10% નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. આવા કપરા સમયમાં ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકોના ભાવ ના વધારવાના નિર્ણયથી વાલીઓને મોંઘવારીના આ દોરમાં ખૂબ મોટી આર્થિક રાહત અને આશરો મળી રહેશે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
Next: સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260622-WA0000

યુએસ ઉપરાષ્ટ્રપતિ પર ભડકી પ્રિયંકા ચતુર્વેદી, તેમ છતાં તેમને સફળતાની પાઠવી શુભેચ્છા

user2 June 22, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.