Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • મૂળ મુંબઈના ગાંધીનગરમાં રહેતા યુવકે ઘરમાં આપઘાત કર્યો, ઘરના દરવાજે ચિઠ્ઠી ચોંટાડી, જાણો શું લખ્યું હતું?

મૂળ મુંબઈના ગાંધીનગરમાં રહેતા યુવકે ઘરમાં આપઘાત કર્યો, ઘરના દરવાજે ચિઠ્ઠી ચોંટાડી, જાણો શું લખ્યું હતું?

user2 May 29, 2026
IMG-20260529-WA0004

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા કુડાસણમાં આત્મહત્યાની ઘટના બની હતી. અહીં મૂળ મુંબઈના રહેવાસી અને છેલ્લા કેટલાક મહિનાથી ગાંધીનગરમાં રહેતા યુવકે પોતાના ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો મૃતદેહ પાંચ દિવસ સુધી ઘરમાં જ પડી રહ્યો હતો. યુવકે આત્મહત્યા કરતા પહેલા ઘરના દરવાજા ઉપર એક ચિઠ્ઠી ચોંટાડી હતી. ચીઠ્ઠી જોઈને પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

શેર બજારમાં દેવું થતાં ભર્યું પગલું

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ મુંબઈના બોરીવલીના વતની અને હાલ કુડાસણમાં રહેતા પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી ઇન્ફોસિટી ખાતે આવેલી ‘એનએક્સી’ (NXC) સ્ટોક માર્કેટની ઓફિસમાં નોકરી કરતા હતા. જોકે, છેલ્લા પાંચેક મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી અને શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હોવાના કારણે તેઓ ભારે માનસિક તણાવ અને આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા.

પત્ની અને દીકરી પિયર ગયા અને પંકજે ઝેર પીધું

ઘટનાની વાત કરીએ તો ગત 13 મેના રોજ પંકજભાઈની પત્ની પોતાની દીકરીને લઈને પિયર ગયા હતા. પિયર ગયા બાદ 22 મેના રોજ પતિ-પત્ની વચ્ચે ફોન પર છેલ્લી વાર વાતચીત થઈ હતી, જે પછી પંકજભાઈનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પત્ની દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ ન મળતાં તેઓને કંઈક અજુગતું થયાની આશંકા ગઈ હતી. આથી, 27 મેને બુધવારે રાત્રે પંકજભાઈની પત્ની તેમના ભાઈ સાથે કુડાસણ સ્થિત ઘરે પહોંચ્યા હતા.

જ્યારે પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો, પરંતુ તેની બહાર પંકજભાઈએ લખેલી હૃદયદ્રાવક ચેતવણીની ચિઠ્ઠી ચોંટાડેલી હતી. ઘરમાં પ્રવેશતાં જ પંકજભાઈ ફર્શ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ઝેરી દવાના કારણે તેમનો ચહેરો કાળો પડી ગયો હતો. ઘટનાસ્થળેથી ઘઉંમાં નાખવાની ‘સેલફોસ’ નામની અત્યંત ઝેરી દવાની પડીકીઓ મળી આવી હતી.

પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ આ આપઘાતની ઘટના ગત 22 મેના રોજ જ બની હોવાનું અનુમાન છે. ઇન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના આપઘાતના આ આત્યંતિક પગલાં પાછળના ચોક્કસ કારણો જાણવા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: હાઈકોર્ટમાં સુરક્ષિત નિર્ણયો પર વધુમાં વધુ ત્રણ મહિનામાં નિર્ણય આપવોઃ સુપ્રીમ કોર્ટે સેટ કરી દીધી ડેડલાઈન
Next: પુણે અને પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, મુખ્ય આરોપી યોગેશ વાનખેડે સહિત આઠ લોકોની ધરપકડ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.