Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • દેશમાં સર્વપ્રથમવાર: ગુજરાતમાં ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

દેશમાં સર્વપ્રથમવાર: ગુજરાતમાં ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

user2 June 3, 2026
IMG-20260603-WA0009

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયની જાહેરાત કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરવાનો અને ‘સર્વિસ કમિશનર’ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.

ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે.

‘GRIT’ દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશનરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.

આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિંદુ બનશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મેળવેલી વૈશ્વિક સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ક્ષેત્ર માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશનરેટ હસ્તક વર્ષ 2026-27 માટે ₹100 કરોડના પ્રસ્તાવિત ‘સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની રચના કરવામાં આવી છે. આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાંથી 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ, 782થી વધુની પૂછપરછ ચાલુ
Next: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 5 જૂનના રોજ દક્ષિણ ગુજરાતને આપશે ₹1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.