Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગુજરાત સરકાર અને મેટા સાથે કરાર: આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો 20થી વધુ સરકારી સેવાઓ હવે WhatsApp પર થશે ઉપલબ્ધ

ગુજરાત સરકાર અને મેટા સાથે કરાર: આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો 20થી વધુ સરકારી સેવાઓ હવે WhatsApp પર થશે ઉપલબ્ધ

user2 May 27, 2026
IMG-20260527-WA0008

ગુજરાત સરકારે તાજેતરમાં અમેરિકાની ટેક્નોલોજી કંપની Meta સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે, જેના પછી હવે રાજ્ય સરકારની અનેક સેવાઓ સીધી વોટ્સએપ પર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે. સરકારના જણાવ્યા મુજબ આ ભાગીદારી હેઠળ નાગરિકો એક જ વોટ્સએપ નંબર મારફતે વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવી શકશે. આ સમગ્ર પહેલ સુગમ ડિજિટલ ગુજરાત પહેલનો વિસ્તૃત તબક્કો માનવામાં આવી રહી છે, જે થોડા સમય પહેલાં રાજ્ય સરકારે શરૂ કરી હતી.

આ MoU બાદ રાજ્ય સરકાર અને Meta વચ્ચેની ભાગીદારીને લઈને ચર્ચા શરૂ થઈ છે, કારણ કે આ પહેલ હેઠળ હવે સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓ કે અનેક વેબસાઇટ્સ પર જવાની જગ્યાએ સીધા મોબાઇલ ફોન પરથી જ કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ મેળવવાનો વિકલ્પ મળશે. સરકાર આ પહેલને સિટિઝન-સેન્ટ્રિક ડિજિટલ ગવર્નન્સ તરીકે રજૂ કરી રહી છે, જોકે હાલનો મુખ્ય મુદ્દો એ છે કે આ પહેલ શું છે, સુગલ ડિજિટલ ગુજરાત પહેલાં કેવી રીતે કાર્યરત હતું અને હવે તેમાં શું બદલાવ આવવાનો છે.

આ પહેલ મૂળરૂપે રાજ્ય સરકારની ડિજિટલ ગવર્નન્સ પહેલ છે, જેને માર્ચ 2026 દરમિયાન લૉન્ચ કરવામાં આવી હતી. તેનો હેતુ સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ડિજિટલ રીતે લોકો સુધી પહોંચાડવાનો હતો. શરૂઆતમાં પાંચ વિભાગોની આશરે 20 નાગરિક સેવાઓને આ પહેલ સાથે જોડવામાં આવી હતી. આ પહેલ GARC એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનની ભલામણોના આધારે આગળ વધારવામાં આવી હોવાનું જણાવાયું હતું.

અત્યાર સુધી આ પહેલ મુખ્યત્વે ડિજિટલ ગુજરાત પોર્ટલ, જન સેવા કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) આધારિત સિસ્ટમ દ્વારા કાર્યરત હતી. એટલે કે લોકો સરકારી સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકતા હતા, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકતા હતા અને પોતાની અરજીનું સ્ટેટસ ટ્રેક કરી શકતા હતા. શહેરી વિસ્તારોમાં જન સેવા કેન્દ્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં VCE સિસ્ટમ દ્વારા લાખો નાગરિકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી.

હવે મેટા સાથે થયેલા MoU બાદ આ સેવાઓને વધુ મોબાઇલ-બેઝ્ડ અને વોટ્સએપ-સેન્ટ્રિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ હવે નાગરિકો એક જ વોટ્સએપ નંબર મારફતે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિવિધ સરકારી સેવાઓ મેળવી શકશે. એટલે કે લોકોને અલગ-અલગ વેબસાઇટ્સ પર જવાની અથવા કચેરીઓના ચક્કર લગાવવાની જરૂરિયાત ઓછી થશે.

આ પહેલ હેઠળ ગ્રીવન્સ રિડ્રેસલ એટલે કે ફરિયાદ નિવારણ, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, રેશન કાર્ડ અપડેટ, રેવન્યુ રેકોર્ડ્સ તેમજ ઑફિશિયલ એફિડેવિટ્સ જેવી સેવાઓ વોટ્સએપ મારફતે ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે. ઉપરાંત અરજીઓનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ પણ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે, જેથી અરજદારો પોતાની અરજી કયા તબક્કે છે તે જાણી શકે.

સરકારનું કહેવું છે કે આ પહેલ પેપરવર્ક ઘટાડશે, સમય અને ખર્ચ બચાવશે અને મોબાઇલ ફોન આધારિત સર્વિસ ડિલિવરીને પ્રોત્સાહન આપશે. આગામી મહિનાઓમાં વધુ સેવાઓ પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી શકે તેવી માહિતી આપવામાં આવી છે.

સુગમ ડિજિટલ ગુજરાત પહેલેથી જ ડિજિટલ મોડેલ પર આધારિત હતી, પરંતુ તેમાં મુખ્યત્વે પોર્ટલ્સ અને સર્વિસ સેન્ટર્સનો ઉપયોગ થતો હતો. લોકો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને વિવિધ સેવાઓ માટે અરજી કરતા અથવા જન સેવા કેન્દ્ર મારફતે કામ કરાવતા. હવે મેટા પાર્ટનરશિપ પછી સરકાર એ જ સેવાઓને સીધા વોટ્સએપ ઇન્ટરફેસ સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.

સરળ શબ્દોમાં કહીએ તો પહેલાં પોર્ટલ-બેઝ્ડ ગવર્નન્સ મોડેલ હતું, જ્યારે હવે તેને વોટ્સએપ-બેઝ્ડ ગવર્નન્સ તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે હાલ સરકારે આ સમગ્ર સિસ્ટમના ટેક્નિકલ આર્કિટેક્ચર, ડેટા સ્ટોરેજ અથવા પ્રાઇવસી ફ્રેમવર્ક અંગે વિગતવાર માહિતી જાહેર કરી નથી.

આ MoU પર જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ટ્રેનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ડિવિઝનના સચિવ હરિત શુક્લા, મેટાના ડિરેક્ટર એન્ડ હેડ ઑફ પોલિસીઝ અમન જૈન અને કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં વધુ સેવાઓને પણ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે અને વોટ્સએપ આધારિત ગવર્નન્સ ડિલિવરીને વધુ વિસ્તૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ગુજરાત સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય:ખેતરના ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ મળતી સહાયમાં વધારો કરાયો
Next: અમેરિકા-ઈરાન શાંતિ કરારનો ડ્રાફ્ટ તૈયાર! હોર્મુઝ સ્ટ્રેટ પરના પ્રતિબંધો હટાવવામાં આવશે

Related News

IMG-20260605-WA0016

સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

user2 June 5, 2026
IMG-20260605-WA0013

વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

user2 June 5, 2026
IMG-20260605-WA0012

ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

user2 June 5, 2026

Recent News

IMG-20260605-WA0017

Gautam Gambhir Confirms India’s No. 3 For Afghanistan Test: ‘He Has Not Got A Fair Chance’

user2 June 5, 2026
IMG-20260605-WA0017

IND vs AFG: કોઈ બહાનું નહીં ચાલે, ગૌતમનો ‘ગંભીર’ અંદાજ: પ્રેસકોન્ફરન્સની 5 મોટી બાબતો

user2 June 5, 2026
IMG-20260605-WA0016

સુરતમાં પીએમ મોદી: દક્ષિણ ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

user2 June 5, 2026
IMG-20260605-WA0013

વાલીઓને મોટી રાહત! પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય વધારો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

user2 June 5, 2026
IMG-20260605-WA0012

ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી આજે વધુ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

user2 June 5, 2026
IMG-20260605-WA0011

776 રન, 237નો સ્ટ્રાઇક રેટ અને ઓરેન્જ કેપ, છતાં આ દિગ્ગજે કેમ કહ્યું કે વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ

user2 June 5, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.