અમદાવાદમાં વર્ષ 2023માં ચકચાર મચાવનારી ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપીને જામીન મંજૂર થયા છે. સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીનના ભાગ રૂપે એક કરોડ રૂપિાયના જામીન બોર્ડ ટ્રાયલ કોર્ટમાં 15 દિવસની અંદર જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ રમક અકસ્માતમાં ભોગ બનનારના પરિવારજનોને વળતર પેટે સરખા ભાગે ચૂકવવામાં આવશે. જોકે, લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું નવ લોકોની જિંદગીની કિંમત 1 કરોડ રૂપિયા જ છે?
નબિરાઓ રોડ રસ્તાઓ પોતાના બાપના સમજીને માતેલા સાંઢની જેમ ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે અને હીટ એન્ડ રન જેવી ચકચારી ઘટનાને સર્જાય છે. જોકે, આવી ઘટનાઓમાં માસૂલ લોકોના ભોગ લેવાય છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પણ તત્થ પટેલ દ્વારા અકસ્માત જોવા ઊભેલા ટોળાને ચકડી નાંખ્યું હતું. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કોઈનો ભાઈ, કોઈનો પતિ, કોઈનો એકનો એક દીકરો મોતને ભેટ્યાં હતા.
પોતાના ઘરના આધારસમા દીકરાઓ તત્થ પટેલના પાપે અધવચ્ચે જ પોતાની જિંદગી છોડીને જતા રહ્યા છે. નવ લોકોના પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે અને આખા જીવનના સહારા સમાન દીકરાઓ મોતને ભેટતાં આખા પરિવાર નોંધારો બની ગયો છે. જીવનનો સહારાનું કોઈ મૂલ્ય હોતું નથી.
સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીનના ભાગ રૂપે એક કરોડ રૂપિાયના જામીન બોર્ડ ટ્રાયલ કોર્ટમાં 15 દિવસની અંદર જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. અને આ રકમ નવ મૃતકોના પરિવારને સરખાભાગે વહેચવામાં આવશે. એટલે કે એક પીડિત પરિવારને આશરે 11.11 લાખ રૂપિયા ભાગે આવશે.
અત્યારે તો આખી જિંદગીના સહારાની કિંમત 11.11 લાખ સમજી શકાય છે. લોકોમાં એક પ્રશ્ન થાય છે કે અત્યાર સુધી નવ મૃતકોના પીડિત પરિવારોએ જે યાતનાઓ વેઠી છે અને પરિવારનો સહારો ગયો છે અને એની કિંમત માત્ર એક કરોડ રૂપિયા જ?
તથ્ય પટેલે બેદરકારીપૂર્વક કાર હંકારી 9 લોકોને ઉડાવ્યા હતા
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 2023માં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આરોપી તથ્ય પટેલે બેદરકારીપૂર્વક હાઈસ્પીડમાં કાર હંકારી ઘટનાસ્થળે હાજર લોકો અને વાહનોને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં કુલ 9 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતના 2 વર્ષ અને 10 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાંથી રાહત
ઇસ્કોન બ્રિજ અકસ્માતની ગંભીરતાને જોતાં અગાઉ અમદાવાદની ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની જામીન અરજીઓ વારંવાર નામંજૂર કરી હતી. ગુનાની ભયાનકતા અને સમાજ પર તેની અસરને ધ્યાને રાખીને કાયદાકીય રાહત આપવામાં આવી નહોતી. પરંતુ હવે ઘટનાના 2 વર્ષ અને 10 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાંથી તેને કાયમી જામીન મળ્યા છે, જેના કારણે આ કેસ ફરી એકવાર દેશ અને રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
બોન્ડની રકમ જમા કરાવ્યા બાદ જ જેલ બહાર આવી શકશે
અકસ્માત બાદ પોલીસે તથ્ય પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સુપ્રીમ કોર્ટના તાજા આદેશ બાદ ફરી એકવાર આ કેસ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બીજી તરફ, મૃતકોના પરિવારજનો અને સમાજના વિવિધ વર્ગોમાંથી આ મામલે મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં બોન્ડની રકમ જમા કરાવ્યા બાદ તથ્ય પટેલની મુક્તિ અંગેની પ્રક્રિયા આગળ વધશે.
અકસ્માતના માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી દેવાઈ હતી
તથ્ય પટેલ સામે અકસ્માતની ઘટનાના માત્ર 7 દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં તેની સામે વર્તમાનમાં ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઘટનાના આંખો દેખ્યા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ છે. કુલ 191 જેટલા સાહેદ આ કેસમાં છે. સુપ્રીમે નોંધ્યું હતું કે, તથ્ય ઉપર IPC 304ની કલમ લાગી છે, પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી.
