Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મના દોષીને આજીવન કારાવાસની સજા, પીડિતાને 10 લાખનું વળતર આપવા આદેશ

ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મના દોષીને આજીવન કારાવાસની સજા, પીડિતાને 10 લાખનું વળતર આપવા આદેશ

user2 May 30, 2026
IMG-20260530-WA0003

થોડા મહિનાઓ પહેલા રાજ્યના પાટનગરમાં એક શરમજનક ઘટના સામે આવી હતી. ગાંધીનગરના સેક્ટર 24ના ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટનામાં કોર્ટે દાખલો બેસાડતો ચૂકાદો આપ્યો છે. માત્ર સાડા પાંચ મહિનામાં જ કોર્ટે ચૂકાદો સંભળાવતા દુષ્કર્મના દોષીને આજીવન કારાવાસની સજા ફટકારી છે અને પીડિતાને 10 લાખનું વળતર આપવા પણ આદેશ કર્યો છે.

ક્યારે ઘટી હતી ઘટના?

મળતી માહિતી પ્રમાણે ગત 15 ડિસેમ્બર 2025ના રોજ આરોપીએ ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીના ઘરની રેકી કર્યા બાદ રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને સૂતેલી બાળકીનું અપહરણ કર્યું હતું. આરોપી બાળકીને નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આરોપી બાળકીને મૃત સમજીને ત્યાં છોડીને ભાગી ગયો હતો.

થોડીવાર બાદ તે ફરીથી એ ચેક કરવા પાછો આવ્યો હતો કે બાળકી જીવતી છે કે મરી ગઈ છે. જોકે બાળકીની હિંમત અને કુદરતી કરામતને કારણે હોશમાં આવતા જ તે લથડતા પગે પરિવાર પાસે પહોંચી ગઈ અને સમગ્ર પાપનો પર્દાફાશ થયો હતો.

કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો

આ ગુનાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો અને તે સતત બાળકીની રેકી કરતો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને 5 દિવસમાં જ દબોચી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ એજન્સીઓના સંકલન અને FSLની મદદથી અમે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસે રાત-દિવસ કામ કરીને 13 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી હતી.

આ કેસમાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવીને તેને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એટલે કે આજીવન કારાવાસ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર બાળકીને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આરોપી જેલમાં મર્યા પછી જ લાશ પરિવારને સોંપવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દક્ષિણ ભારતીય અભિનેતા અજીત કુમારની માતાનું 85 વર્ષની વયે અવસાન, કમલ હાસન સહિત સ્ટાર્સે શ્રદ્ધાંજલિ આપી
Next: મલાક્કાની સામુદ્રધુની નજીક ભારતની મેગા યોજના: જાણો શા માટે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ચીન માટે બનશે માથાનો દુખાવો

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.