Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • અમદાવાદમાં NEETની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલાવિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

અમદાવાદમાં NEETની પુનઃપરીક્ષાના ત્રણ દિવસ પહેલાવિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

user2 June 18, 2026
IMG-20260618-WA0005

અમદાવાદઃ મે મહિનામાં લેવાયેલી નીટ-યુટીની પરીક્ષા પેપર લીકના વિવાદ બાદ રદ્દ કરી દેવામાં આવી હતી. હવે આગામી 21 જૂન, રવિવારે નીટની પુનઃપરીક્ષા યોજાવાની છે. પરંતુ આ પહેલાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે એક 17 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લીધું છે. પોલીસની તપાસમાં વિદ્યાર્થી નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીએ ક્યા કારણે આપઘાત કર્યો છે તેનું કારણ સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

14 માળના ફ્લેટ છે જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી નીચે પડ્યો ત્યારે તેનો શ્વાસ ચાલતો હતો, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. મૃતદેહ પાસેથી વિદ્યાર્થીના ચશ્મા મળી આવ્યા હતા જે હજુ પણ ત્યાં જ છે. ફ્લેટમાં માતા અને બે બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: IPL 2027 ના શેડ્યુઅલ અંગે એક મોટી અપડેટ, આ તારીખે શરૂ થઈ શકે છે ટુર્નામેન્ટ
Next: “અમે દક્ષિણ લેબનોનથી પાછા નહીં હટીએ,” અમેરિકા-ઈરાન કરાર વચ્ચે ભારતમાં ઇઝરાયલના રાજદૂતે કડક સંદેશ આ

Related News

IMG-20260622-WA0003

જન્મદિવસની રાત બની જીવલેણ: 251 kmની ઝડપે દોડતી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ, કારનો નીકળ્યો કચ્ચરઘાણ, બે મિત્રોના મોત

user2 June 22, 2026
IMG-20260622-WA0002

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણની જમીન પર વિવાદ ફાટી નીકળ્યો, 20.5 કરોડ રૂપિયાનો કેસ શું છે?

user2 June 22, 2026
IMG-20260619-WA0026

પાવાઢગ ડુંગરમાં દુઃખદ દુર્ઘટના સર્જાઈઃ અચાનક પથ્થરો ગબડતા બે યાત્રિકોના મોત

user2 June 19, 2026

Recent News

Gemini_Generated_Image_himl4phiml4phiml

नोएडा की अरण्य सोसायटी में AC ब्लास्ट के बाद भीषण आग, तीन फ्लैट जलकर खाक

user2 June 29, 2026
Khan-Sir-Real-Name-1

खान सर के बॉडीगार्ड्स के हथियारों पर बड़ा खुलासा, पुलिस जांच में लाइसेंस नियमों के उल्लंघन की बात सामने आई

user2 June 29, 2026
Gemini_Generated_Image_p3amg0p3amg0p3am

स्निफर डॉग की सतर्कता से 11 करोड़ रुपये का हाइड्रोपोनिक गांजा जब्त

user2 June 29, 2026
ChatGPT Image Jun 29, 2026, 11_10_15 AM

पुणे मर्डर केस में बड़ा खुलासा: सिया के इशारे पर चेतन ने केतन को खाई में धक्का दिया

user2 June 29, 2026
3c172d93-786c-42b6-a5bc-cfabacc96eeb

22 राज्यों तक पहुंचा मानसून, रफ्तार धीमी; पूर्वोत्तर में भारी बारिश का अलर्ट

user2 June 29, 2026
ChatGPT Image Jun 27, 2026, 04_49_50 PM

वेनेजुएला में फिर भूकंप के झटके, मौतों का आंकड़ा 920 पहुंचा; 51 हजार से ज्यादा लोग अब भी लापता

user2 June 27, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.