આજે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પહેલી વર્ષગાંઠ છે. આ પ્રસંગે જીવ ગુમાવનારાઓના પરિવારો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તેઓએ મીણબત્તીઓ પ્રગટાવીને અને ફૂલો અર્પણ કરીને તેમના પ્રિયજનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. સ્મૃતિ સેવા દરમિયાન વાતાવરણ ભાવુક હતું. ઘણા પરિવારના સભ્યોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. તેઓએ તેમના પરિવારના સભ્યોને યાદ કર્યા અને અકસ્માતમાં ગુમાવનારાઓની યાદો શેર કરી હતી.
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે એક વર્ષ પછી પણ, તે દુ:ખદ દિવસની યાદો તાજી છે. દુર્ઘટનાની વર્ષગાંઠ પર, હાજર રહેલા લોકોએ મૃતકોના આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. બધાએ બે મિનિટનું મૌન પાળ્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમની સ્મૃતિને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
વર્ષ પહેલા બની હતી એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના
આજથી બરોબર એક વર્ષ પહેલા એટલે કે 12 જૂન, 2025 ના રોજ બપોરે 1:41 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા બોઇંગ 171 વિમાન ટેકનિકલ ખામીને કારણે અમદાવાદના મેઘાણી નગરમાં એક ડૉક્ટરના નિવાસસ્થાને ક્રેશ થયું હતું. તેમાં આશરે 241 મુસાફરો સવાર હતા, પરંતુ એક મુસાફર બચી ગયો હતો. આ દુર્ઘટનામાં કૂલ 260 લોકોના મોત નીપજ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષા રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મૂળ કલોલના અને લંડનમાં સ્થાયી થયેલા પત્ની અને દીકરાને ગુમાવનાર યુવાને રડતાં રડતાં કહ્યું કે, અમને સાચો ન્યાય ક્યારે મળશે. જ્યારે બીજી તરફ રડતા રડતાં એક મહિલા બેભાન થઈ ગયા છે.
