Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • અમદાવાદના પ્રવાસીઓને કાશ્મિરના પહલગામમાં નડ્યો અકસ્માત, બેના મોત, બે ઘાયલ

અમદાવાદના પ્રવાસીઓને કાશ્મિરના પહલગામમાં નડ્યો અકસ્માત, બેના મોત, બે ઘાયલ

user2 May 18, 2026
IMG-20260518-WA0002

ઉનાળું વેકેશન શરુ થયું છે અને મોટાભાગના પરિવારો ગુજરાત બહાર ફરવા નીકળ્યા છે. ઉનાળાની ગરમીમાં લોકોનું ફેવરીટ ડેસ્ટીનેશન કાશ્મિર રહે છે. જોકે કાશ્મિરથી એક ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ કાશ્મિરના અનંતનાગમાં પહેલગામ નજીક અમદાવાદના ટુરિસ્ટની એક ટવેરા કાર ખાઈમાં ખાબકી હતી. જેના પગલે બે પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટના અંગે મળતી માહિતી પ્રમામે અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારના દંપતીઓ સહિતના પ્રવાસીઓની એક ટીમ કાશ્મીર પ્રવાસે ગઈ હતી. આગામી 20મી મેના રોજ તેમનો પ્રવાસ પૂર્ણ થવાનો હતો, તે પહેલાં જ શનિવારે સાંજના સમયે કાળે ત્રાટક્યું હતું.

પરિવારના સભ્યો ચાર ટવેરા કાર બંધાવીને પહેલગામ ખાતે સાઈટસીન માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહેલગામ-અરૂ રૂટ પરથી પસાર થતી વખતે ચાર પૈકીની એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પંદરેક ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી.

આ ગંભીર અકસ્માતમાં ટવેરા કારમાં સવાર બે અલગ-અલગ પરિવારના સભ્યો ભોગ બન્યા છે. ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અવનીબહેનને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સદનસીબે તેમની સાથે રહેલા 12 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે.

ભીમજીપુરાના વિરનગરમાં રહેતા નયનાબહેન ભાવસારનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. જ્યારે તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થતાં શ્રીનગરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં ટવેરા કારના સ્થાનિક ચાલકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

અકસ્માતની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા સ્નેહીજનો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કાશ્મીરના સ્થાનિક વહીવટી તંત્રની મદદથી મૃતકોના પાર્થિવ દેહને અને ઇજાગ્રસ્તોને પરત અમદાવાદ લાવવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: UAE પરમાણુ પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી, UAE એ બદલો લેવાની ધમકી આપી
Next: ગુજરાતના ડે.સીએમ હર્ષ સંઘવીએ ઓનલાઈન વિગતો ભરી, સ્વ-ગણતરીમાં જોડાવવા જનતાને અપીલ કરી

Related News

IMG-20260608-WA0008

શહેરી વિકાસ મંત્રીના મતવિસ્તાર અસારવામાં જ ‘વિકાસ’ લુલો પડ્યો, પાયાની જરૂરિયાતો પુરી ન થતાં જનતા લાલઘુમ

user2 June 8, 2026
IMG-20260608-WA0009

ગુજરાતના નવા DGPએ ચાર્જ સંભાળ્યો, અમદાવાદ CPનો ચાર્જ જી. એસ. મલિક પાસે જ રહેશે

user2 June 8, 2026
IMG-20260606-WA0005

ગુજરાતના નવા DGP તરીકે IPS જી.એસ. મલિકની નિમણૂંક, કોણ છે જ્ઞાનેન્દ્ર સિંહ મલિક?

user2 June 6, 2026

Recent News

IMG-20260609-WA0000

H-1B વિઝા: યુએસ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપ્યો, $100,000 વિઝા ફી રદ કરી, ભારતીયો માટે રાહત

user2 June 9, 2026
IMG-20260608-WA0010

સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા નવથી ઘટાડીને ચાર કરવાનો સરકારનો મોટો નિર્ણય

user2 June 8, 2026
IMG-20260608-WA0008

શહેરી વિકાસ મંત્રીના મતવિસ્તાર અસારવામાં જ ‘વિકાસ’ લુલો પડ્યો, પાયાની જરૂરિયાતો પુરી ન થતાં જનતા લાલઘુમ

user2 June 8, 2026
Gemini_Generated_Image_pbw5ykpbw5ykpbw5

शिक्षा इतनी महंगी क्यों? निजी स्कूलों को ज्यादा मंजूरी मिलने से बढ़ी असमानता

user2 June 8, 2026
IMG-20260608-WA0006

બ્રેડમેનના રેકોર્ડ પાછળ શુભમન ગિલ, માનવ સુથારનું 25 વર્ષમાં કારનામું, 3 દિવસીય ટેસ્ટમાં શું થયું?

user2 June 8, 2026
IMG-20260608-WA0005

સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ગળે લગાવ્યા, જાણો ઈન્ડિયા એલાયન્સ મીટિંગમાં શું થયું? તેની તમામ અપડેટ્સ

user2 June 8, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.