અમદાવાદમાં એક વ્યક્તિએ વોલ્વો કંપનીની ખરાબ ગુણવત્તાનો વિરોધ કરવા માટે પોતાની વોલ્વો કારને ટો ટ્રક પર લાદીને આખા શહેરમાં ફેરવી હતી. તેમણે કારના તૂટેલા એલોય વ્હીલને કારના હૂડ પર મૂકીને દાવો કર્યો હતો કે તે “જીવન માટે જોખમી પરિસ્થિતિ” છે.
વાઈરલ વીડિયોમાં ટો ટ્રક પર વોલ્વો XC90 લાદેલી છે અને ટ્રક પર વોલ્વો કંપનીના ખરાબ ગુણવત્તાનો વિરોધ કરતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
આ પોસ્ટરોમાં લખામાં આવ્યું છે કે વોલ્વો કરતાં અલ્ટો ખરીદવી વધુ સારી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વોલ્વો કારનું એલોય વ્હીલ બે ભાગમાં તૂટી ગયું છે.જે વોલ્વો કંપનીની સલામતી અંગેના મોટા દાવાઓ ખોટા સાબિત થાય છે.
કાર માલિકે આરોપ લગાવ્યો હતો કે વાહન વેચ્યા પછી કંપની કોઈ જવાબદારી સ્વીકારતી નથી, જેના કારણે ગ્રાહકોના જીવ સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ જાય છે.
કાર માલિકે લોકોને કહ્યું કે તેઓ કાર અને તૂટેલા ભાગને જોઈને પોતે સત્ય જોઈ શકે છે. આ મામલે વોલ્વો ગ્રુપના મીડિયા રિલેશન્સ ઓફિસરને મોકલવામાં આવેલ સંદેશનો કોઈ જવાબ મળ્યો નથી.
