Skip to content

Primary Menu
  • Home
  • Gujarat
  • News
  • Sports
  • English
  • Hindi
  • Home
  • Gujarat
  • જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું કૌભાંડ, જાણો કોણે ખેલ પાડ્યો?

જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાનું કૌભાંડ, જાણો કોણે ખેલ પાડ્યો?

user2 May 19, 2026
IMG-20260519-WA0010

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતનો એક અત્યંત ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં જામનગરના વહીવટી અને તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર ડેન્ટલ કોલેજમાં ટ્યુટર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા ડો. સંજય ઉમરાણિયાએ આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં લાંબા સમયથી વહીવટી સ્ટાફની ભારે અછત હોવાના કારણે અનેક મહત્ત્વની નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સોંપવી પડી હતી.

આ વ્યવસ્થા હેઠળ કરાર આધારિત કર્મચારી શોભીત ગર્ગને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને બેન્કના તમામ વ્યવહારો સંભાળવાની જવાબદારી લેખિતમાં આપવામાં આવી હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો હતો.

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ગત 16મી મેના રોજ થયો હતો. જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરાએ ડેન્ટલ કોલેજના ડીનને ફોન દ્વારા જાણ કરી હતી કે, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પકડ્યા છે.રોગી કલ્યાણ સમિતિના સરકારી ખાતાના ચેક મારફતે શોભીત ગર્ગ નામના કર્મચારીના વ્યક્તિગત ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ રહી છે.

આ ચોંકાવનારી માહિતી મળતા જ ડીન દ્વારા તાત્કાલિક સમિતિના સભ્યો અને અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી પ્રાથમિક તપાસ શરૂ કરાઈ હતી. જેમાં શોભીત ગર્ગ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

ત્યારબાદ રોગી કલ્યાણ સમિતિના બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવીને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા છ માસ દરમિયાન આરોપી શોભીત ગર્ગે કુલ 15 ચેક મારફતે રકમની હેરાફેરી કરીને કુલ 1,36,19,350 રૂપિયાની સરકારી રકમ પોતાના બેન્ક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

તેમાં 23મી માર્ચે 19.45 લાખ રૂપિયા, 27મી માર્ચે 24.60 લાખ રૂપિયા, 30મી માર્ચે 24.60 લાખ રૂપિયા અને બીજી એપ્રિલે 28.55 લાખ રૂપિયાની મોટી રકમ જમા કરાવાઈ હોવાનું ખુલ્યું છે

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગરીબ દર્દીઓની સારવાર તથા હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના પગાર ચૂકવવા માટે ગાંધીનગરથી જે સરકારી ગ્રાન્ટ મળતી હતી, તેના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. આરોપીએ ચેકની મૂળ રકમ અને વિગતોમાં કથિત ફેરફાર (ચેડાં) કરીને આ આખું કૌભાંડ આચર્યું છે.

પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકાર સાથે ગુનાઈત વિશ્વાસઘાત કર્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ રેકેટમાં અન્ય કોઈ સરકારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે.

About The Author

user2

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: રખડતાં કૂતરાઓ ઉપર સુપ્રીમ કોર્ટ કડક, આદેશ યથાવત રાખ્યો, જાહેર સ્થળોથી હટાવવા કર્યો આદેશ
Next: હાઇવેથી સરકાર કમાશે ₹35,000 કરોડ! જાણો NHAI ના ‘એસેટ મોનેટાઇઝેશન’ માસ્ટરપ્લાન વિશે

Related News

IMG-20260608-WA0008

શહેરી વિકાસ મંત્રીના મતવિસ્તાર અસારવામાં જ ‘વિકાસ’ લુલો પડ્યો, પાયાની જરૂરિયાતો પુરી ન થતાં જનતા લાલઘુમ

user2 June 8, 2026
IMG-20260608-WA0009

ગુજરાતના નવા DGPએ ચાર્જ સંભાળ્યો, અમદાવાદ CPનો ચાર્જ જી. એસ. મલિક પાસે જ રહેશે

user2 June 8, 2026
IMG-20260606-WA0005

ગુજરાતના નવા DGP તરીકે IPS જી.એસ. મલિકની નિમણૂંક, કોણ છે જ્ઞાનેન્દ્ર સિંહ મલિક?

user2 June 6, 2026

Recent News

IMG-20260608-WA0010

સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા નવથી ઘટાડીને ચાર કરવાનો સરકારનો મોટો નિર્ણય

user2 June 8, 2026
IMG-20260608-WA0008

શહેરી વિકાસ મંત્રીના મતવિસ્તાર અસારવામાં જ ‘વિકાસ’ લુલો પડ્યો, પાયાની જરૂરિયાતો પુરી ન થતાં જનતા લાલઘુમ

user2 June 8, 2026
Gemini_Generated_Image_pbw5ykpbw5ykpbw5

शिक्षा इतनी महंगी क्यों? निजी स्कूलों को ज्यादा मंजूरी मिलने से बढ़ी असमानता

user2 June 8, 2026
IMG-20260608-WA0006

બ્રેડમેનના રેકોર્ડ પાછળ શુભમન ગિલ, માનવ સુથારનું 25 વર્ષમાં કારનામું, 3 દિવસીય ટેસ્ટમાં શું થયું?

user2 June 8, 2026
IMG-20260608-WA0005

સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ગળે લગાવ્યા, જાણો ઈન્ડિયા એલાયન્સ મીટિંગમાં શું થયું? તેની તમામ અપડેટ્સ

user2 June 8, 2026
61aeb1e8-4afa-40a3-bceb-8be11510ee70

8 दिन में चांदी ₹22 हजार सस्ती

user2 June 8, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.